બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Complaint against Patrika Scandal, 3 making serious allegations to defame BJP leader in Surat

સત્ય શું? / સુરતમાં ભાજપ નેતાને બદનામ કરવા ગંભીર આક્ષેપ કરતો પત્રિકા કાંડ, 3 સામે ફરિયાદ, ગણપત વસાવાના નજીકનાની કરતૂત

Vishal Khamar

Last Updated: 09:13 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પત્રિકા કાંડમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ આપવામાં આવેલ અરજી અનુસંધાને પોલીસ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા ગણપત વસાવાનાં નજીકનાં ગણાવા વ્યક્તિ રાકેશ સોલંકીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

  • સુરતમાં ભાજપનાં નેતાને બદનામ કરવાનું કાવતરૂ
  • ધારાસભ્યને બદનામ કરતી પત્રિકા કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ
  • ચૂંટણી ફંડનાં દુરૂપયોગના ગંભીર આક્ષેપો સાથે પત્રિકા થઈ હતી વાયરલ

સુરત ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યાં જ સુરતનાં ભાજનાં નેતા અને ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. જે બાબતે ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે દીપુ યાદવ, ખુમાન પટેલ અને રાકેશ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગણપત વસાવાનાં નજીકનાં ગણાતા રાકેશ સોલંકીની અટકાયત કરી
ત્યારે પત્રિકા કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગણપત વસાવાની નજીકનાં ગણાતા રાકેશ સોલંકીની ક્રાઈમબ્રાંચે અટકાયત કરી છે. ચૂંટણી ફંડનાં દુરૂપયોગનાં ગંભીર આક્ષેપો સાથે પત્રિકા ફરતી થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાકેશ સોલંકી, હરદીય ઓટોદરીયા, દીપુ યાદવ અને ઈરફાન કાપડિયાની પૂછપરછ કરી રહી છે. જેમાં રાકેશ સોલંકી ગણપત વસાવાનાં નજીકનાં વ્યક્તિ માનવામાં આવે છે. 

ધારાસભ્ય, મંત્રીની બદનામી કરતી પત્રિકા વાયરલ થઈ હતીઃ ધારાસભ્ય સંદીપ દેસાઈ
આ બાબતે ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય, મંત્રીની બદનામી કરતી પત્રિકા વાયરલ થયેલી હતી. જે અનુસંધાને દોઢેક મહિનાં પહેલા એક અરજી પણ મેં ક્રાઈમ બ્રાંચમાં આપેલી હતી. જે અનુસંધાને આજે આ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરવાની છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ