બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Cold attack will occur in Gujarat Major change in weather due to Western Disturbance

જોર વધશે / ગુજરાતમાં થશે કોલ્ડ એટેક: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર, હવામાન વિભાગે કરી આગાહી

Kishor

Last Updated: 04:02 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 દિવસ હજુ પણ ઠંડી ભૂક્કા બોલાવે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે. આગામી એક દિવસ ઠંડી વધશે. જ્યારે બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે.

  • આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે યથાવત
  • કચ્છ ડિસ્ટ્રીકટમાં આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હાલ શિયાળો હાલ પિક પર છે ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાત જાણે જમ્મૂ બન્યું હોય  તેવી સ્થિતી જન્મી છે. ઠંડીથી લોકો ઠૂંઠવાઇ રહ્યા છે. ત્યારે હજુ પણ 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત  રહેશે. તેવી હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે.

 હવામાન વિભાગની આગાહી

ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર જોવા મળશે. જેમાં પણ આગામી એક દિવસ ઠંડી મા ઉછાળો આવશે. ત્યારબાદ તાપમાનમાં વધારાને લઈને ઠંડીમાં સામાન્ય ઘટવાની શક્યતા જોવા મળી રહી છે. એટલે કે એક દિવસ ઠંડીમાં ઉછાળો આવ્યા બાદ 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડી સામાન્ય ઘટી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે  રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.


નલિયામાં ગઈકાલે 1 ડિગ્રી જ્યારે આજે 2 ડિગ્રી તાપમાન

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની પણ આગાહી કરાઈ છે. જેને લઈને આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે.નલિયામાં ગઈકાલે 1 ડિગ્રી જ્યારે આજે 2 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું હતુ. ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં પણ આજે કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. તો જામનગરમાં પણ સિઝનનું સૌથી નીચું 5.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 7.6 ડિગ્રી આસપાસ નોંધાયું. જ્યારે ગાંધીનગર. 5.3 . સુરત. 12.2. રાજકોટ. 7.3  અને વડોદરા. 10.4 ડિગ્રી નોંધાયું તો પોરબંદર. 6.2. સુરેન્દ્રનગર. 8.7  મહુઆ. 9.5 . ડીસા. 7. નલિયા. 2  ડિગ્રી નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ