ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM vijay rupani statement bin sachivalay exam issue gandhinagar

ગાંધીનગર / બિન સચિવાલય પરીક્ષા વિશે પત્રકારે એવો પ્રશ્ન પૂછ્યો ને CM રૂપાણી માઈક છોડી ચાલ્યા ગયા

Published By: Hiren

Last Updated: 08:57 PM, 5 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન સચિવાલય પરીક્ષાને લઈને થઈ રહેલા વિરોધનો મામલે SITની રચના કર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભરતીમાં થઈ રહેલી ફરિયાદોને સંપૂર્ણ રીતે ચકાસીશું. સરકારે દરેક ભરતી પારદર્શક કરી છે. સાચા વિદ્યાર્થીને અન્યાય ન થવો જોઈએ.

ADVERTISEMENT

  • કોઈનું છેલ્લું વર્ષ હોય અને પરીક્ષા રદ્દ થાય તો તેમને નુકસાન થાયઃ સીએમ રૂપાણી
  • સવા લાખથી વધુ ભરતીઓ પારદર્શક અને સારી રીતે થઇઃ સીએમ રૂપાણી
  • અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશેઃ પ્રદીપસિંહ જાડેજા

મનની મોકળાશ મુદ્દે સીએમ રૂપાણીએ નિવેદન બાદમાં તેમણે બિન સચિવાલય પરીક્ષા વિવાદના વિરોધ મામલે પણ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન પત્રકારે પરીક્ષા રદ્દ કરવા મુદ્દે પૂછ્યો જેનો જવાબ ન આપીને મુખ્યમંત્રી રૂપાણી ચાલ્યા ગયા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ઉમેદવારોની લાગણી સાથે છે. ઉમેદવારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવીશું. ઉમેદવારો સાથે ચર્ચા ચાલી રહી છે. કોઈનું છેલ્લું વર્ષ હોય અને પરીક્ષા રદ્દ થાય તો તેમને નુકસાન થાય. વયમર્યાદાનું છેલ્લું વર્ષ ધરાવનારા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે પણ જોવાની જવાબદારી છે.

સવા લાખથી વધુ ભરતીઓ પારદર્શક અને સારી રીતે થઇઃ સીએમ રૂપાણી

તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે આજ સવારથી ખુબ સકારાત્મક રીતે વાતચીત આગળ વધી રહી છે. સરકાર દ્વારા 3 વર્ષમાં સવા લાખથી વધુ ભરતીઓ કરાઇ છે. જે પારદર્શક અને સારી રીતે થઇ છે. આ જે ફરીયાદ છે તેને ખુલ્લા મને સ્વીકારવામાં આવશે. સાચા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને ખોટું કરનાર નોકરી ન લઇ જાય તેવા નિર્ણય લેવાશે. 

યોગ્ય ચર્ચા કરીને નિર્ણય લેવાશેઃ સીએમ રૂપાણી

વધુમાં તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓની સાથે છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત ચાલી રહી છે અને સરકાર પણ એમની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી રહી છે. યોગ્ય ચર્ચા કરીને નિર્ણય લેવાશે.

SIT રચવાનો આદેશ

રાજ્ય સરકારે બિનસચિવાલ પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકારી SIT બનાવી તપાસના આદેશ આપ્યા છે. આ મામલે સરકાર અને યુવરાજસિંહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે. મુખ્યમંત્રીએ સામે ચાલીને સમાધાન કરવાની તૈયારી બતાવી છે. આ આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ થયો.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે SITની તપાસ માટે રચના કરવામાં આવશે. SITમાં રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી ચેરમેન રહેશે. SITમાં એડિશનલ DGP સભ્ય રહેશે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા સભ્ય રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ રિપોર્ટ જાહેર કરાશે.

અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશેઃ પ્રદીપસિંહ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય. વિદ્યાર્થી નેતાઓની માગનો સ્વીકાર કરાયો છે. અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Bin Sachivalay exam cm rupani gandhinagar ગાંધીનગર બિન સચિવાલય મુખ્યમંત્રી વિજય રૂપાણી bin sachivalay exam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ