બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel from Ahmedabad has started Karuna Abhiyan on Uttarayan festival

અમદાવાદ / ઉત્તરાયણ પર અબોલ પંખીઓ માટે કરુણા અભિયાન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત, નોટ કરી લો હેલ્પલાઇન નંબર

Dinesh

Last Updated: 05:22 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદથી CM ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે, ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે

  • CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરાવ્યો કરૂણા અભિયાનનો પ્રારંભ 
  • ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન 
  • 2017થી શરૂ કરાયેલા અભિયાનમાં 85 હજાર પક્ષીઓને સારવાર કરાઈ 


ઉત્તરાયણ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનારા પક્ષીઓની સારવાર અને દવા માટે 2017થી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ હજી સુધી 6 વર્ષમાં 85 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે. 

હેલ્પલાઇન નંબર
આ 85 હજારમાંથી 75 હજાર પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આમ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓમાંથી મોટાભાગના પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરે છે. જો તમારી આસપાસ પણ કોઇ ઘાયલ પંખી જણાય તો વન વિભાગની 1926 નંબર અને પશુપાલન વિભાગના 1962 નંબર પર કોલ કરી આ અંગે માહિતી આપી શકાય છે.

અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો 
આ હેલ્પલાઇન નંબર થકી સ્વયંસેવકો પક્ષી સુધી પહોંચી તેની તાત્કાલિક સારવાર શરૂ કરે છે. આ  વર્ષે અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર્સ તૈયાર કરાયા છે. જેમાં 216 વેટરનિટી ડોક્ટર અને 2 હજાર 805 સ્વયંસેવકો પક્ષીઓની બચાવવા માટે ખડેપગે રહેશે. તો સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્રો પણ શરૂ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ