બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Clashes between maldharis and cattle party in Ahmedabad's Sabarmati

ઘર્ષણ / 'સાત મહિનાની પ્રેગ્નેન્ટ છે તોય પાટું માર્યું': અમદાવાદમાં માલધારીઓ અને ઢોર પાર્ટી વચ્ચે બબાલ, વાડામાંથી ગાયો લઈ જવાનો આરોપ, મહિલાની તબિયત લથડી

Malay

Last Updated: 03:54 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના સાબરમતીમાં રખડતા ઢોર પકડવા જતાં માલધારીઓ અને ઢોર પાર્ટી વચ્ચે બબાલ, ઢોર માલિક દ્વારા આત્મવિલોપનનો કરાયો પ્રયાસ

  • માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે ઘર્ષણ 
  • વાડામાંથી ઢોર લઇ જતા હોવાના આક્ષેપ 
  • મહિલાઓ અને ઢોરપાર્ટી વચ્ચે ઝપાઝપી 

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા ઘણા મહિનાથી રખડતાં ઢોર પકડવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરનું રજિસ્ટ્રેશન અને લાયસન્સ ન લેનાર સામે મનપા કાર્યવાહી કરી રહ્યું છે.  જેના કારણે છાશવારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી સાબરમતી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા જતાં ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે મામલો બિચક્યો હતો. ઢોરપાર્ટી અને માલધારીઓ સામ સામે આવી ગયા હતા. 

સ્થાનિકો અને ઢોરપાર્ટી વચ્ચે થઈ ઝપાઝપી
સાબરમતી વિસ્તારમાં ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન સ્થાનિકો અને ઢોરપાર્ટી વચ્ચે ઝપાઝપી થઈ હતી. તો ઢોર માલિક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.  આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. 

ગર્ભવતી મહિલાને માર માર્યાનો આક્ષેપ
વીડિયોમાં પોતાની માલિકીના વાડામાંથી AMCના કર્મચારીઓ ઢોર લઈ જતા હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે.  સાથે જ વીડિયોમાં સ્થાનિકો AMCના અધિકારીઓએ ગર્ભવતી મહિલાને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે. 

માલિકીના વાડામાંથી ઢોર પકડતા હોવાનો માલધારીઓનો આક્ષેપ 
અન્ય એક વીડિયોમાં એક યુવકે જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે હું હાજર હતો, અશ્વિન નાથાલાલ રાઠી આ ઝોનમાં ટીમને મોકલે છે. તેઓ ગમે તે રબારીની દુશ્મની વાળવા માટે ઘરેથી ઢોર છોડવાના  પ્રયાસ વારંવાર કરાવે છે. અત્યારે જે ઢોર છોડવાનો હાદસો થયો તે પોતાની માલિકીની જગ્યા હતી. હવે અહીંયાની જમીન પાવર ઉપર છે દસ્તાવેજ થતાં નથી, તો અધિકારીઓ આવીને કહે છે કે તમે NOC લાવો. 

અમે બધા પશુઓનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે: યુવક
યુવકે જણાવ્યું કે, એવો કોઈ કાયદો નથી કે નોટરીવાળી જગ્યામાં ઢોર ન રાખી શકાય. અમે બધા પશુઓનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. છતાં આ કર્મચારીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે. આજે આ કર્મચારીઓએ ગર્ભવતી મહિલા સાથે ધક્કામૂકી કરી, મારપીટ કરી છે. અમારી પાસે વીડિયો પણ છે. સાથે જ જે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તેનું ઘર પણ આ ગાયોનું દૂધ વેચીને જ ચાલે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ