બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Childrens Aadhaar card needs to be updated twice

તમારા કામનું / બાળકોના આધાર કાર્ડ વિશે આ ના જાણતા હોવ તો જાણી લેજો, નહીં તો પાછળથી મુશ્કેલી ઊભી થશે

Kishor

Last Updated: 06:53 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુ ઓછા લોકો તેમના બાળકોના આધારને અપડેટ કરે છે. આવી સ્થિતિમાં, જરૂર પડ્યે આધારનો ઉપયોગ કરી શકતા નથી, તેથી આધાર અપડેટ કરવું જરૂરી છે.

  • માનવીના જીવનમાં ખુબ જ ઉપયોગી છે આધારકાર્ડ
  • બાળકોના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું જરૂરી છે
  • બાળક 5 વર્ષનું થાય ત્યારે આધારકાર્ડને અપડેટ કરવું

આધારકાર્ડ આપણા જીવનનું એક મહત્વનો ભાગ છે. કારણ કે આધારકાર્ડ હોવુએ ખુબ જ જરૂરી છે. આ આધારકાર્ડને આપણે કોઈને કોઈ કારણસર આપણે તેને અપડેટ તો કરતા જ હોયએ છીએ. પણ આપણે બાળકોના આધારકાર્ડ પર પુરતુ ધ્યાન આપતા નથી..કારણ કે બાળકોના આધારકાર્ડની વધારે જરૂર પડતી નથી. જેના કારણે આપણે આધારકાર્ડને એક સુરક્ષિત જગ્યાએ મુકી દઈએ છીએ અને તેને અપડેટ કરવાનું ભુલી જઈએ છીએ.. પછી જ્યારે આપણને આધારકાર્ડની જરૂર પડે છે ત્યારે આ આધારકાર્ડ અપડેટ થયું હોતું નથી અને પછી તેનો કોઈ ઉપયોગ આપણે કરી શકતા નથી.

આધાર કાર્ડમાં તમારો ફોટો ચેન્જ કરાવવો છે? તો આ એકદમ સરળ પ્રોસેસથી ફટાફટ  કરાવી લો | how to update correct aadhaar card photo online follow these  uidai instructions

બાળક જ્યારે 15 વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત

NCRની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAIના આધાર કેન્દ્રના ઈન્ચાર્જ નિશુ શુક્લાનું જણાવ્યું હતું કે જ્યારે પણ આપણું બાળક પુખ્ત વયનું થાય તે પહેલા આ કાર્ડને 2 વખત અપડેટ કરવાની જરૂર પડે છે. નહીં તો આ આધારકાર્ડ કોઈ કામનું નહીં રહે. સૌથી પહેલી વખત જ્યારે બાળક 5 વર્ષનું થાય ત્યારે આધારકાર્ડને અપડેટ કરવું જરૂરી હોય છે. જ્યારે બીજી વખત બાળક જ્યારે 15 વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આપણે આધાર સેવા કેન્દ્ર પર જઈને અપડેટ કરાવવું જોઈએ.

જો કોઈ પણ સમયે આપણે કોઈ પણ પ્રકારનો આધારકાર્ડમાં સુધારો કરાવ્યો હોય ત્યારે તે સમયે ઈ-કેવાયસી કરાવવું ખુબ જ જરૂરી છે. જો પુખ્ત વયના લોકોના આધાર કાર્ડમાં એડ્રેસ, મોબાઈલ નંબર અથવા અન્ય કોઈ ફેરફાર હોય તો KYC થઈ જાય છે. પણ બાળકોના આધારકાર્ડમાં સામાન્ય રીતે કોઈ જરૂર રહેતી નથી જેથી આધારકાર્ડ અપડેટ થતું નથી.

આધારકાર્ડને આ રીતે કરાવી શકો છો અપડેટ
દેશભરના મોટા શહેરોમાં UIDAI આધાર સેવા કેન્દ્રો  ખુલ્લા છે. જ્યાં પહોંચીને તમે બાળકોના આધારકાર્ડને અપડેટ કરાવી શકો છો.. જો કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ કોઈ અન્ય રાજ્યનું છે અને તે હાલમાં દિલ્હીમાં રહે છે.. પણ તેની ઈચ્છા એવી છે કે તેનું આધારકાર્ડનું એડ્રેસ જુનુ જ રહે તો તે તેના પિતાના જુના એડ્રેસનો પુરાવો રજુ કરીને અપડેટ કરાવી શકે છે. બેંકો અને પોસ્ટ ઓફિસોમાં બાળકોના આધાર અપડેટ થતા નથી. જેથી તમારે UIDAIના આધાર સેવા કેન્દ્રમાં જઈને જ આધારકાર્ડ અપડેટ કરાવવું પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ