બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 PM, 3 January 2025
Digital Data Protection Act : બાળકોના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે. માત્ર યુવાનો અને વૃદ્ધો જ નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે.
ADVERTISEMENT

વિગતો મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. 18 ફેબ્રુઆરી સુધી આ અંગે મળેલા વાંધાઓના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને ચાલુ રાખવામાં આવશે. પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન નિયમો લાંબા સમયથી બાકી હતા. જોકે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટમાં નિયમોના ઉલ્લંઘન માટે કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. નિયમો જાહેર કરીને સરકારે આ અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય 18 ફેબ્રુઆરી પછી લેવામાં આવશે. જેમાં લોકોના અભિપ્રાયને ધ્યાને લેવામાં આવશે.
ADVERTISEMENT
જાહેર માહિતી માટે ડ્રાફ્ટ નિયમો જાહેર
ડ્રાફ્ટ નોટિફિકેશન જણાવે છે કે, પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023ની કલમ 40 ની પેટા-કલમ (1) અને (2) હેઠળની સત્તાઓનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકારે અમલમાં આવવાની તારીખે અથવા પછી અધિનિયમ, પ્રસ્તાવિત નિયમોનો ડ્રાફ્ટ લોકોની માહિતી માટે બહાર પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ડેટા ફિડ્યુસિયરી પર દંડ લાદવાની જોગવાઈ
ADVERTISEMENT
ડ્રાફ્ટ નિયમોમાં લોકોની સંમતિ પ્રક્રિયા, ડેટા પ્રોસેસિંગ સંસ્થાઓની કામગીરી અને ડિજિટલ ડેટા પ્રોટેક્શન નિયમોના અધિકારીઓ સાથે સંબંધિત જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી, 2025 પછી વિચારણા કરવામાં આવશે. ડ્રાફ્ટ નિયમોમાં DPDP એક્ટ-2023 હેઠળ સજાનો કોઈ ઉલ્લેખ નથી. આ નિયમમાં ડેટા ફિડ્યુશિયરી પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની જોગવાઈ છે.
વધુ વાંચો : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે, અરવિંદ કેજરીવાલના PM મોદી પર પ્રહાર, જુઓ 8 મોટા સમાચાર
ADVERTISEMENT
ડેટા ફિડ્યુસિયરીની ફરજો અને મર્યાદાઓ
ડેટા ફિડ્યુસિયરી એ વ્યક્તિ, કંપની અથવા પેઢી છે જે નક્કી કરે છે કે વ્યક્તિના વ્યક્તિગત ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. ડેટા ફિડ્યુસિયરીએ ડેટા પર પ્રક્રિયા કરવાની હોય છે. તે ચોક્કસ હેતુ માટે ડેટા પર પ્રક્રિયા કરી શકે છે. આ સમય દરમિયાન તેણે ડેટા સ્ટોર કરવાની મર્યાદાઓનું પણ પાલન કરવું પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.