બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે, અરવિંદ કેજરીવાલના PM મોદી પર પ્રહાર, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:05 PM, 3 January 2025
ADVERTISEMENT
ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો!
ઠંડીને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે અને ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અત્રે જણાવીએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ઠંડીની લોકોને આંશિક રાહત આપતી આગાહી સામે આવી છે. આજે 9 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં 12.4 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અન્ય શહેરોમાં 12થી 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનના લીધે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. આગામી 3 દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થવાની શક્યતા છે
ADVERTISEMENT

અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરીના જામીન મંજૂર
ADVERTISEMENT
અમરેલી પત્રકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ કે, સાંજે 7.30 વાગ્યે દીકરી જેલ માંથી મુક્ત થાય તેવી શક્યતાઓ છે. કોર્ટ માંથી જામીન મળતા જેલમાંથી છોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમરેલીના લેટરકાંડના 4 આરોપીને નીચલી કોર્ટે ગઈકાલે એટલે કે, 2 જાન્યુઆરીએ ઝટકો આપ્યો હતો. 4 આરોપીઓના જામીન કોર્ટે ફગાવી દીધા હતા. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં સમાજે દરવાજા ખટખટાવ્યા હતા અને ત્યારે હવે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ કે, લેટરકાંડના ચાર આરોપી પર વિવિધ સાયબર એક્ટ મુજબ ગુના નોંધાયા છે

ADVERTISEMENT
અમદાવાદમાં પુન: ફ્લાવર શો શરૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 1 જાન્યુઆરીનાં રોજ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું સાત દિવસનાં રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તા. 3 જાન્યુઆરી એટેલ કે આજથી ફ્લાવર શો ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં નાગરિકો ફ્લાવર શોની સાથે સાથે નાઈટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે. શહેરના રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર પાર્કના ગ્લોગાર્ડનમાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમા આગામી 3 જાન્યુઆરીથી નાગરિકો માટે પાર્કને ખુલ્લો મુકાશે. નાઈટ ફ્લાવર પાર્ક હોવાની નાગરિકો પાર્કની રાત્રે મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત જંગલની થીમમાં બનાવાયેલા પાર્કમાં 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટુન કેરેક્ટરના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. આખા પાર્કમાં ડાન્સિંગ ફ્લોર સહિત વિવિધ લાઈટ અને ટનલ જેવા લાઇટિંગ શોના પ્રકલ્પો મુકાયા છે. પ્રવેશની વાત કરીએ તો નાગરિકોને ફ્લાવર શોની ટિકિટમાં જ એન્ટ્રી મળશે. ફલાવર શો જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રૂપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રૂપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રૂપિયા 5૦૦ ટિકીટ દર રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ખેડામા આઇસરનું સ્પેર વિલ બન્યું કાળ
ADVERTISEMENT
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ ઘણા લોકોને જાન ખોવાની વારી આવે છે. ત્યાકે ગતરોજ ખેડામાં થયેલ અકસ્માતમાં એક બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ખેડાના નડિયાદ-ડાકોર રોડ પર સલુણ પાસે અક્સ્માત સર્જાયો હતો. જેમાં આ અક્સ્માતમાં 1 બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સાડા ત્રણ મહિનાની ખુશી નામની બાળકીનું મોત થયું હતું. આસપાસના લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવારની બાળકી હાઈવેની સાઇડમાં રમી રહી હતી. આ સમયે આઇશરનું સ્પેર વિલ પાછળ ટ્રોલીમાંથી ઉછાળીને અચાનક બાળકી પર પડયું હતું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર મોટું અપડેટ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો 7-8 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આમાંથી કોઈપણ દિવસે ડેટ શીટ જાહેર કરી શકે છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તે જ સમયે, કોંગ્રેસે પણ બે યાદીઓ બહાર પાડી છે અને તેના કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ ભાજપે હજુ સુધી એક પણ બેઠક પર તેના ઉમેદવારો ઉભા કર્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એવા સમાચાર પણ છે કે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે હાઈકમાન્ડને કહ્યું કે તેઓ 70 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. પાર્ટી હાઈકમાન્ડે વીરેન્દ્ર સચદેવાને ચૂંટણી ન લડવા માટે સંમતિ આપી હતી. તાજેતરમાં જ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

આફત દિલ્હીમાં નહીં ભાજપ પર આવી છે..: કેજરીવાલ
Delhi Assembly Elections : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 1675 પરિવારોને 'સ્વાભિમાન ફ્લેટ'ની ચાવીઓ સોંપી. આ ફ્લેટ ઝૂંપડપટ્ટીની જગ્યા પર બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન PM મોદીએ આમ આદમી પાર્ટીની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.હવે દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજે વડાપ્રધાન મોદી દિલ્હી હતા. તેમણે લગભગ 43 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાંથી તેમણે 39 મિનિટ માત્ર દિલ્હીની જનતા અને તેમના દ્વારા ચૂંટાયેલી સરકારને અપશબ્દો આપવામાં વિતાવી હતી. 2015માં દિલ્હીની જનતાએ બે સરકારોને ચૂંટ્યા. દિલ્હી અડધું રાજ્ય છે. દિલ્હીમાં લોકો બે સરકારો ચૂંટે છે. કેટલાક મુદ્દાઓ એક સરકાર હેઠળ આવે છે અને કેટલાક અન્ય સરકાર હેઠળ. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ બે સરકારોને ચૂંટ્યા છે.

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત
Allu Arjun : અલ્લુ અર્જુનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 'પુષ્પા 2' ના સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલા નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. નામપલ્લી કોર્ટે આજે સંધ્યા થિયેટર નાસભાગ કેસની સુનાવણી કરી હતી. જે બાદ કોર્ટે અલ્લુ અર્જુનની તરફેણમાં ચુકાદો આપ્યો અને અભિનેતાને નિયમિત જામીન આપ્યા. કોર્ટે અલ્લુ અર્જુનને જામીનની શરતોના ભાગરૂપે 50,000 રૂપિયાની બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

અમેરિકામાં અદાણી લાંચ કેસ મામલે ન્યૂયોર્ક કોર્ટે આપ્યા આ આદેશ
અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે રિશ્વતખોરીના આરોપોમાં મોટું અપડેટ આવ્યું છે. ન્યૂયોર્કની એક અદાલતે $265 મિલિયન ડોલરના લાંચના આરોપમાં ચાલી રહેલ બે કેસોમાં અન્ય કેસની એક સાથે ત્રણ મામલાની એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આપેલા આદેશમાં કહેવાયું છે કે આ ત્રણેય કેસની સુનાવણી એક જ કોર્ટમાં એકસાથે કરવામાં આવે. કોર્ટે આ નિર્ણય ત્યારે આપ્યો જ્યારે કોર્ટને જાણવા મળ્યું કે ત્રણેય કેસ સમાન આરોપો અને વ્યવહારો સાથે સંબંધિત છે. જેથી ત્રણેય કેસ એક જ અદાલતને સોંપવામાં આવ્યા છે. આ કેસો સિંગલ જજ સમક્ષ એટલા માટે મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારના કોન્ફ્લિક્ટને ટાળી શકાય. અદાણી ગૃપ સામે સિવિલ અને ફોજદારી કેસને યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગારોફિસને સોંપવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી એકસાથે થશે પરંતુ અલગ અલગ બની રહેશે. જેનો સીધો મતલબ એ થાય કે સિવિલ અને ક્રિમીનલ કેસોની સુનાવણી કર્યા બાદ તે જ કોર્ટ આદેશ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.