બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Children of the entire school fell to their feet and cried: Who is this principal, whose transfer was honored with drums and flowers?

ગુરુવંદના / આખી શાળાના બાળકો પગમાં પડીને રડ્યા: કોણ છે આ પ્રિન્સિપાલ, જેમની બદલી થતાં ઢોલ-નગારા, ફૂલહાર સાથે કરાયું સન્માન

Vishal Khamar

Last Updated: 04:27 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલોલ તાલુકાની સગનપુરા પ્રાથમિક શાળાના આચાર્યની વહીવટી કારણસર બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડયા. આચાર્યની બદલી ના કારણે બાળકો અને ગામના વાલીઓ પણ ઉદાસ થઈ ગયા.

  • સગનપુરા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી
  • આચાર્યની બદલી થતા બાળકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા 
  • બાળકોની સાથે વાલીઓ પણ ઉદાસ થયા

 કાલોલ તાલુકાની સગનપુરા પ્રાથમિક શાળાના આચાર્યની રેખાબેન પટેલની વહીવટી કારણસર બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડયા આચાર્યની બદલીના કારણે બાળકો અને ગામના વાલીઓ પણ ઉદાસ થઈ ગયા સ્કૂલમાં વિદાય લેતી સમયે બાળકોએ શું કર્યુ.

આચાર્યનાં વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ રડી પડ્યા

શુક્રવારનાં રોજ કાલોલ તાલુકાનાં  સગનપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રેખાબેન પટેલ આ અગાઉ સરકારના નિયમ પ્રમાણે કાલોલ તાલુકાની ભાદ્રોલી બુઝર્ગ  પ્રાથમિક શાળામાં HTAT આચાર્યની  ફરજ બજાવતા હતા. પણ ત્યાંથી સરકારના નિયમ પ્રમાણે વધમાં બદલી થઈને સગનપુર પ્રાથમિક શાળાને તા: ૨૧/૧૨/૨૦૧૯ થી ૨૩/૦૩/૨૦૨૩ સુધી સગનપુરા પ્રાથમિક શાળામાં નિષ્ઠા પૂર્વક અને પ્રામાણિકતાથી ફરજ બજાવી. ત્યારે તેમની વિદાય બાળકો અને શાળા પરિવાર માટે તથા સમસ્ત શાળા માટે ક્યારેય પુરાય નહી એવી ખોટ છે.

સમસ્ત શાળા અને બાળકો માટે કદી ન પુરાય તેવી ખોટ છે
જેમની વિદાયથી બાળકો અને સમગ્ર ગામ જેમની સાથે તેઓ લાગણીનાં સબંધોથી જોડાયેલ હતા. તે તમામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં. બાળકો થી માંડીને સમગ્ર  શાળા અને ગામના વાલીઓ પણ રડતા નજરે પડ્યા. જેમાં સાથે તેમના શિક્ષક પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા . રેખાબેન  પટેલને વિદાય આપવા માંગતા ન હોવા છતાં પણ સરકાર અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી પટેલ રેખાબેનને  સગનપુરા શાળા છોડીને  પોતાની મૂળ શાળા ભાદરોલી બૂઝર્ગ શાળામાં જવાનું થયું છે. જે સમસ્ત શાળા અને બાળકો માટે કદી ન પુરાય તેવી ખોટ છે.

વિદાય વેળાનાં સમયે વાલીઓ અને બાળકો ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા
બાળકો આમ તો સ્કૂલ માં જવું નથી ગમતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષની અંદર સ્કૂલનું મેકમ વધી ગયું છે. બાળકો રોજ સ્કૂલે આવવા માટે ઉત્સુકતા દર્શાવે છે. બાળકોને સ્કૂલ આવવા માટે વાલીઓને પણ ઉત્સુકતા રહે છે. જેને લઈને શિક્ષણ પણ વધ્યું હતું ગામના લોકોનું કહેવું છે કે પ્રાઇવેટ શાળામાં ભણ્યા કરતા ગામના આવેલી સ્કૂલ શિક્ષણ વધુ ભણાવે છે. રેગ્યુલર શાળામાં આવતા બાળકો આજે અને વાલીઓ શિક્ષકથી લાગણીસભર બની ગયા હતા. આ વિદાય વેળાનાં સમયે વાલીઓ અને બાળકો ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિક સરપંચ તેમજ ગ્રામજનો તંત્રને અને સરકારને હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે. કે આપ શિક્ષકને અમારી શાળામાં મૂક્યા જેના કારણે તેમના બાળકો ઉજ્જવળ ભવિષ્ય થાય.

તેમની વિદાયના સમયમાં લાગણી સભર બન્યા હતા
આમ તો હાલ શિક્ષકો અલગ અલગ જગ્યાએથી નોકરી કરીને આવતા હોય છે. ત્યારે સગનપુરા ગામની આ શાળામાં અલગ અલગ જગ્યાએથી શિક્ષકો પણ ફરજ બજાવે છે. ત્યારે આ રેખાબેન પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. આ શિક્ષકો તેમની એટલી લાગણીમાં આવી ગયા હતા, કે તેમને પણ પોતાના આચાર્યને જવા દેવામાં રસ ન હતો. તે પણ તેમની વિદાયના સમયમાં લાગણી સભર બન્યા હતા. કાયદાની દ્રષ્ટિએ જ્યારે જવાનું થાય ત્યારે વિદાય રાખવી બહુ જ અઘરી બને છે. તેમ સ્થાનિક શિક્ષકોએ જણાવ્યું હતું.

માતા-પિતા કરતા પણ આ શિક્ષકે બાળકોના દિલ જીતી લીધા હતા
રેખાબેનના વિદાય સમયે બાળકો તેમના પગ પકડીને રડ્યા હતા. આ સમયે એવી હતી કે એક પણ બાળક તેમને છોડવા માટે તૈયાર ન હતું. માતા-પિતા કરતા પણ આ શિક્ષકે બાળકોના દિલ જીતી લીધા હતા. તેના કારણે ગામમાં હાલ તે રેખાબેન આચાર્યની માંગ કરી રહ્યા છે, કે અમને ફરીથી આ શિક્ષક એટલે આચાર્ય બેનને સગનપુરા ગામમાં મૂકવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ