બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Chia seeds are proven to be effective in weight loss.

હેલ્થ / ઝડપથી વજન ઓછો કરવાનો રામબાણ નુસખો, આ વસ્તુ ખાવાથી મળશે જોરદાર રિઝલ્ટ, બનાવવાની વિધિ પણ જોઈ લો

Kishor

Last Updated: 11:04 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિયાના બીજ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીરને ડિટોક્સિફાય કરી મેટાબોલિઝમ વધારે છે. તેનાથી વજન ઘટાડવામાં ગણકારી સાબિત થાય છે.

  • વજન ઉતારવા માટે ચિયા સીડ્સ છે શ્રેષ્ઠ વિકલ્પ
  • આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરવાથી થાય છે ફાયદો
  • તમારું વજન ઝડપથી ઘટે છે

ઝડપથી વજન ઉતારવા માંગતા લોકો માટે ચિયા સીડ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચિયાના બીજમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. ચિયાના બીજ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.જે શરીરને ડિટોક્સિફાય કરી મેટાબોલિઝમ વધારે છે. તેનાથી જે વજન ઘટાડવામાં ગણકારી સાબિત થાય છે. ખાસ વાત એ છે કે આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરવાથી તેની કોઈ આડઅસર નથી. છતાં ઝડપથી વજન ઘટાડી શકો છો. તમારું વજન ઝડપથી ઘટે છે. 

શા માટે અભિનેત્રીઓ માટે સુપરફુડ છે ચિયા સીડ્સ? | Health Benefits of Chia  Seeds

આ રીતે બનાવો ડ્રિન્કસ

ચિયાના બીજનો કોલ્ડડ્રિન્કસ બનાવીને ઉપયોગ કરી શકાય છે..જેમાં સૌ પ્રથમ ચિયાના બીજને પાણીમાં પલાળી લીધા બાદ તેને બ્લેન્ડરમાં પીસી લેવા અને બાદમા ચિયા સીડ્સની પેસ્ટમાં દૂધ, પાણી અને ખાંડ ઉમેરવી. ત્યારપછી તેમાં કેળા અથવા અન્ય ફળો જેમ કે સ્ટ્રોબેરી કરી પીસવા જોઈએ. જે ડ્રિંક્સ ઠંડું થયા બાદ પી શકાય છે. આ ચીજ પોષકતત્વોથી ભરપૂર હોય છે.

રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાઓ, મળશે ભરપૂર પોષક તત્વો અને ગંભીર રોગોનો થશે  ખાતમો, જાણો ફાયદા | Proven Health Benefits Of Chia Seeds

ચિયાના બીજ અને દૂધને યોગ્ય રીતે મિશ્રણ કરો

ચિયા સીડ્સ સલાડમાં પણ ખાઈ શકાય છે. જેમા સૌ પ્રથમ ચિયાના બીજને ઉકાળી લેવા પછી એક બાઉલમાં બાફેલા ચિયા સીડ્સ, સમારેલા ટામેટા, કેપ્સિકમ, લીલી ડુંગળી, લીંબુનો રસનું યોગ્ય રીતે મિશ્રણ કરીને ચિયા સીડ્સ સલાડ બની જાય છે. જેને રાત્રિભોજનમા લેવાથી વજન ઝડપથી ઘટશે.વધુમાં ચિયાના બીજને દૂધ એકસાથે ખાવાથી પણ વજન ઘટાડી શકાય છે. ચિયાના બીજ અને દૂધને યોગ્ય રીતે મિશ્રણ કરીને તેનું રેગ્યુલ સેવન કરવાથી તમારી પાચનશક્તિ પણ વધશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. વધુમાં તેમાં મધ ઉમેરવાથી તે સ્વાદિષ્ટ બની જાય છે.

શા માટે અભિનેત્રીઓ માટે સુપરફુડ છે ચિયા સીડ્સ? | Health Benefits of Chia  Seeds

આ ઉપરાંત ચીયા સીડ્સ મોટી મોટી બીમારીઓને દૂર કરી શકે છે. દરરોજ 1-2 ચમચી ચિયા સીડ્સ ખાવાથી શરીર ખૂબ જ મજબૂત થઈ શકે છે. તે જોવામાં નાના છે પરંતુ તેના ફાયદા ખૂબ મોટા છે. એક રિપોર્ટ અનુસાર ચિયા સીડ્સમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે આપણા શરીરના ફ્રી રેડિકલ્સને સારા બનાવે છે. આ રેડિકલ્સ બોડીના સેલ કમ્પાઉન્ડ્સને નુકસાન પહોંચાડે છે. આ રેડિકલ્સને કંટ્રોલ ન કરીએ તો કેન્સર જેવી બિમારીઓ થઈ શકે છે. ચિયા સીડ્સને લિવર હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

બ્લડ શુગર માટે પણ ફાયદાકારક 
ચિયા સીડ્સનું સેવન બ્લડ શુગરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. ઘણી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ચિયા સીડ્સ ઈંસુલિન સેન્સિટિવિટીને ઈમ્પ્રૂવ કરી શકે છે. તેને ખાધા બાદ બ્લડ શુગરના લેવલને સ્થિર કરવામાં મદદ મળે છે. આ બીજ અને બ્લડ શુગર રેગ્યુલેશનના વિશે વધારે જાણવા માટે રિસર્ચ ચાલી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ