બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / Chess Olympiad 2022: India Slams Pakistan For Pulling Out, 'Politicising' Event

ખેલ / પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ લેવાનો ઈન્કાર, ભારતથી ટીમને પાછી બોલાવી

Hiralal

Last Updated: 06:24 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને ચેન્નઈમાં શરુ થનારી શતરંજ ઓલિમ્પિયાડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

  • ભારતમાં શરુ થનારી  શતરંજ ઓલિમ્પિયાડમાંથી ખસવાની પાકિસ્તાનની જાહેરાત
  • કાશ્મીરમાંથી ઓલિમ્પિયાડ મશાલ પસાર થવાનું પાકિસ્તાનને ન ગમ્યું 
  • ભારતે પાકિસ્તાનના નિર્ણયની આકરી ટીકા કરી

આગામી સમયમાં ચેન્નઈમાં શરુ થઈ રહેલી શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને નિર્ણય જાહેર કરી દીધો છે. શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે પાકિસ્તાને ભારત ટીમ પણ મોકલી હતી અને તેની માટેની તૈયારી પણ કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાને તેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. 

ભારતે પાકિસ્તાનના નિર્ણયની આકરી ટીકા કરી 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે, આ ખુબ જ ચોંકાવનારી બાબત છે કે, તેમની ટીમને ભારત મોકલ્યા બાદ અચાનક જ પાકિસ્તાને 44માં ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે,  ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું રાજકારણ કર્યું છે. જ્યાં સુધી તેમની દલીલની વાત છે, અમે કહીશું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.

ઓલિમ્પિયાડ ટોર્ચ પાકિસ્તાનમાંથી પસાર થતા પાકિસ્તાન ગિન્નાયું 

વાસ્તવમાં ઓલિમ્પિયાડની ટોર્ચ 21 જુલાઈના રોજ કાશ્મીરમાંથી પસાર થઈ હતી. આથી પાકિસ્તાન ઉશ્કેરાયું હતુ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને પોતાનો હિસ્સો ગણી રહ્યું હોવાથી ત્યાં થનારા કોઈ પણ કામને પસંદ કરતું નથી જોકે જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે તે જગજાહેર છે. પરંતુ ચેસની ટોર્ચ કાશ્મીરમાંથી પસાર થતા પાકિસ્તાનને ગમ્યું નથી અને આ એક કારણે તેણે ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ ન લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારે 21 જુલાઈએ રેડિયો પાકિસ્તાનને આપેલા એક નિવેદનમાં કાશ્મીર દ્વારા ભારતની ટોર્ચ રિલેને જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું રાજકારણ કર્યું છે. પાકિસ્તાનના વિદેશ ઓફિસના પ્રવક્તા અસીમ ઈફ્તિખારે એમ પણ કહ્યું હતુ કે, ચેસ ઓલિમ્પિયાડમાં જોડાવા માટે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશને આમંત્રણ પાઠવ્યું હતુ. પાકિસ્તાની ખેલાડીઓને પણ તેની તૈયારી કરાવવામાં આવી રહી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ