ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Chatrapathi The first poster release of the film, the South actor dominates Bollywood

છત્રપતિ / ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ, સાઉથ એક્ટરે બોલીવુડનો દબદબો

Published By: Vikram Mehta

Last Updated: 08:30 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી ફિલ્મ છત્રપતિનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન થઈ રહ્યું છે. તે સમયે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • ફિલ્મ છત્રપતિનું શૂટિંગ પૂર્ણ.
  • ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ.
  • બેલ્લમકોંડાની હિન્દી સિનેમામાં ઉતરવાની તૈયારી. 

સમગ્ર વિશ્વમાં સાઉથ સિનેમા ધૂમ મચાવી રહ્યું છે. દર્શકોને બોલીવુડ ફિલ્મોની સાથે સાથે સાઉથ ફિલ્મો પણ ખૂબ જ પસંદ આવી રહી છે. સાઉથ સિનેમાના કલાકાર નોર્થ ઇન્ડિયનની વચ્ચે પણ પોતાનો જલવો દેખાડી રહ્યા છે. તેલુગુ અભિનેતા બેલ્લમકોંડા સઈ શ્રીનિવાસ હિન્દી સિનેમા કામ કરી રહ્યા છે. બેલ્લમકોંડા સઈ શ્રીનિવાસ સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ ધરાવી રહ્યા છે.

હિન્દી સિનેમામાં કામ કરવાની તૈયારી

ટોલીવુડ અભિનેતા બેલ્લમકોંડા સઈ શ્રીનિવાસે હિન્દી સિનેમામાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. તેઓ એસ. એસ. રાજામૌલીની હિટ તેલુગુ ફિલ્મ છત્રપતિની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં યુવા શિવાજી અને તેમના પરિવારની કહાની દર્શાવવામાં આવી છે. શિવાના પરિવારને શ્રીલંકામાં તેમના સમુદાયથી અલગ કરી દેવામાં આવે છે અને વિશાખાપટ્ટનમમાં બંધુઆ મજુર બનાવીને રાખવામાં આવે છે. શિવા અન્યાય સામે લડે છે અને લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે.

છત્રપતિનો પહેલો લુક રિલીઝ

હિન્દી ફિલ્મ છત્રપતિનું નિર્દેશન વી. વી. વિનાયક કરી રહ્યા છે. વી. વી. વિનાયકે સાઉથની અનેક હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન થઈ રહ્યું છે. તે સમયે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરની સાથે સાથે રિલીઝ તારીખ પણ જણાવવામાં આવી છે.

રિલીઝ ડેટ

અભિનેતા બેલ્લમકોંડા સઈ શ્રીનિવાસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે અને ફિલ્મ 12 મે 2023ના રોજ રિલીઝ થશે તેવી જાણકારી આપવામાં આવી છે. કેપ્શનમાં જણાવ્યું છે કે, મારી મહેનત અને એક્શન દર્શાવવા માટે ખૂબ જ રાહ જોઈ રહ્યો છું. આ ફિલ્મ વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

News in Gujarati Telugu actor bellamkonda chatrapathi chatrapathi poster release chatrapathi release date entertainment news Chatrapathi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ