બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / charak shapath instead of hippocratic oath for medical students in india

મોટો નિર્ણય / MBBS કોર્સમાં મોદી સરકારે કર્યો મોટો બદલાવ: ગામને દત્તક લઈને આપવી પડશે સેવા, ચરક શપથ અપાવાશે

Dhruv

Last Updated: 01:27 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MBBSનાં કોર્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલાં 'મહર્ષિ ચરક શપથ' લેવી પડશે તો સેવા કરવા માટે હવે ગામડાંઓ દત્તક લેવા પડશે.

  • MBBSના અભ્યાસક્રમમાં મહત્વનો ફેરફાર
  • હવેથી વિદ્યાર્થીઓએ લેવી પડશે મહર્ષિ ચરકની શપથ
  • વિદ્યાર્થીઓએ એક ગામ પણ દત્તક લેવાનું રહેશે

દેશમાં મેડિકલ અભ્યાસના સિલેબસમાં ઘણા ફેરફાર કરીને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. MBBSના વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલા લીધેલા શપથમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓએ હવે વર્ષો જૂના 'હિપોક્રેટિક શપથ'ના બદલે 'મહર્ષિ ચરક શપથ' લેવી પડશે. દેશમાં તબીબી શિક્ષણની નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ આ શપથને અભ્યાસક્રમનો એક ભાગ બનાવ્યો છે. એ સિવાય મેડિકલ વિદ્યાર્થીઓએ હવે તેમના અભ્યાસના પ્રથમ વર્ષથી જ સામુદાયિક સ્વાસ્થ્યની તાલીમ લેવાની રહેશે. તેઓએ કોઈક ગામ દત્તક પણ લેવું પડશે. 10 દિવસનો યોગા કોર્સ પણ કરવાનો રહેશે. કેટલાંક અભ્યાસક્રમો પણ આગળ પાછળ કરવામાં આવ્યાં છે.

સરકારે સંસદમાં ચરક શપથ લેવાનો કર્યો હતો ઇનકાર

મહર્ષિ ચરક શપથને અભ્યાસક્રમમાં ઉમેરીને મેડિકલ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવાની માહિતી એવાં સમયે સામે આવી છે કે જ્યારે સરકારે તાજેતરમાં જ સંસદમાં તેની સ્પષ્ટતા કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય મેડિકલ કમિશન પાસેથી મળેલી માહિતી મુજબ, હાલમાં હિપ્પોક્રેટિક શપથને ચરક પથકથી બદલવાની કોઈ જ દરખાસ્ત નથી." એવું કહેવાય છે કે, આ નવી શપથ મહર્ષિ ચરક દ્વારા લખાયેલા પુસ્તક 'ચરક-સંહિતા'માંથી લેવામાં આવી છે. મહર્ષિ ચરકને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના ટોચના નિષ્ણાંત માનવામાં આવે છે, જે વિશ્વની સૌથી જૂની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માનવામાં આવે છે.'

10 દિવસનો યોગ કોર્સ પણ કરવાનો રહેશે, ગામોને પણ લેવા પડશે દત્તક

નવી માર્ગદર્શિકામાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે 10 દિવસનાં યોગા ફાઉન્ડેશનના કોર્સનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ કોર્સ દર વર્ષે 12મી જૂનથી શરૂ થશે અને 21મી જૂને યોગ દિવસ પર પૂર્ણ થશે. તે તમામ કોલેજોમાં શરૂ કરવામાં આવશે. જો કે, તે કેવી રીતે કરાવવું તે કોલેજો નક્કી કરી શકશે. સુધારેલા અભ્યાસક્રમમાં હવે મેડિકલ વિદ્યાર્થીઓએ કોર્સના પ્રથમ વર્ષથી જ સામુદાયિક સ્વાસ્થ્ય તાલીમમાં ભાગ લેવો પડશે. આ અંતર્ગત તેઓએ સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવી પડશે અને એવાં ગામોને દત્તક લેવા પડશે કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નથી. ડોક્ટરોનું કહેવું છે કે, વર્તમાન અભ્યાસક્રમમાં કોમ્યુનિટી મેડિસિન અભ્યાસના ત્રીજા વર્ષમાં આવે છે.

અનેક કોર્સ આગળ-પાછળ પણ કરવામાં આવ્યાં

આ ઉપરાંત ફોરેન્સિક્સ અને ટોક્સિકોલોજી જેવાં વિષયો કે જે બીજા વર્ષમાં ભણાવવામાં આવતા હતાં તેને ત્રીજા વર્ષના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે. આ અંગે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. રોહન ક્રૃષ્નન કહે છે કે, કોરોના યુગને જોતા સુધારેલા અભ્યાસક્રમમાં વાઈરોલોજી અને માઇક્રોબાયોલોજી જેવાં વિષયો પર વધુ ધ્યાન આપવું જોઈતું હતું, પરંતુ એવું થયું નથી.

આ વર્ષથી એડમિશન લેનારા મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. તે MBBSની ફાઈનલ પરીક્ષા જેવો જ હશે અને તેના આધારે પીજી કોર્સમાં એડમિશન થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ