બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / CHAR DHAM YATRA CANCEL DUE TO CORONA VIRUS OUTBREAK

મહામારી / કુંભ જેવી ભૂલ હવે નહીં : ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે લીધો આ નિર્ણય

Parth

Last Updated: 01:40 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

  • ઉત્તરાખંડ સરકારે સ્થગિત કરી ચારધામ યાત્રા
  • માત્ર પૂજારીને પૂજા કરવાની આપી મંજૂરી
  • કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ચારધામ યાત્રા સ્થગિત

દેશમાં સતત વધતાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યમાં ચાર ધામ યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે, જોકે મંદિરોના કપાટ નિયત સમય પર ખોલવામાં આવશે. મે મહિનામાં જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખૂલવાના છે. 

દેશની જનતા માટે ચારધામ યાત્રા બંધ કરવામાં આવે છે-રાવત

નોંધનીય છે કે ઉત્તરાખંડમાં થતી ચાર ધામ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે અને દેશ-દુનિયાથી લોકો આ યાત્રામા સામેલ થવા માટે આવે છે. એવામાં યાત્રા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ વર્ષે યાત્રા કરવી નહીં. મંદિરમાં પૂજા અર્ચના થઈ શકશે પરંતુ કોઈ પણ શ્રદ્ધાળુને મંજૂરી મળશે નહીં. 

કુંભ મેળા બાદ સરકારના આયોજન પર ઉઠયા હતા સવાલ 

નોંધનીય છે કે હાલમાં જ ઉત્તરાખંડમાં મોટા પાયા પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ યાત્રા પર ઘણા બધા લોકોએ સવાલ પણ ઊભા કર્યા હતા અને વિદેશી મીડિયામાં પણ આ મેળો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. એવામાં મેળા દરમિયાન કોરોના વાયરસના કેસ વધતાં અડધો મેળો પૂરો થઈ ગયા બાદ પીએમ મોદીએ અપીલ કરી હતી કે કોરોના વાયરસના કારણે લોકો સામેલ થાય નહીં. 

ભારતમાં કોરોના વાયરસની સુનામી 

માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ - 29મી એપ્રિલ, 2021 

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,79,257 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3645 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,69,507 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ