બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Change in school timings as cold snap subsides first 30 minutes off

BIG NEWS / ઠંડીનો ચમકારો ઘટતા શાળાના સમયમાં ફેરફાર, પહેલા 30 મિનિટની અપાઇ હતી છૂટ, હવે લેવાયો આ નિર્ણય

Kishor

Last Updated: 08:50 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટતા હવે સવારની શાળાનો સમય રાબેતા મુજબ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે.

  • શિયાળાની ઋતુ વિદાય લેતા સવારની શાળાનો સમય રાબેતા મૂજબ કરવા આદેશ 
  • ઠંડીને પગલે સવારની શાળા મા ૩૦ મિનિટની અપાઈ હતી છૂટછાટ
  • ગાંધીનગર જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા કરવામાં આવ્યો આદેશ

ગુજરાતમાં શિયાળો હવે વિદાય ભણી હોય તેમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અહેસાર થતો હોય તેવી સ્થિતિ છે. ત્યાર હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા નિર્ણય કરાયો છે. શિયાળાની ઋતુએ વિદાય લઈ રહી હોય તેવી સ્થિતિ હોવાથી શાળાનો સમય રાબેતા મુજબ કરવાનો ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટયા છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ જારી કર્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં ઠંડીની કાતિલ લહેરને લઈને શિયાળાને કારણે સવારની શાળામાં 30 મિનિટની છૂટ આપવામાં આવી હતી. જેને હવે રાબેતા મૂજબ કરવામાં આવ્યો છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ઠંડીની તીવ્રતામાં સહેજ વૃદ્ધિ થઈ છે. 

હવામાન નિષ્ણાતોની આગાહી
રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં ઠંડીના વધતા-ઓછા ચમકારા અનુભવાશે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે. કેટલાક હવામાન નિષ્ણાતોએ તો ઠંડીના નવા રાઉન્ડ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવી છે. બીજા અર્થમાં આ વખતે શિયાળો લાંબા સમય સુધી રહેવાનો છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી પછી ગરમીનો પારો ઊંચકાય છે. આગામી તા.18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન પર્વ બાદ પણ ઠંડીની અસર રહે તેમ હવામાન વિભાગની આગાહી જોતાં લાગે છે.

આ તારીખથી ઓફલાઇન શાળાઓ શરૂ કરવાની માંગ પણ રિસ્ક લેવાના મૂડમાં નથી સરકાર |  The government is also not take risks to start offline schools from this  date


 બુધવારે નોંધાયું હતું આટલું તાપમાન 
હવામાન ખાતાના આંકડા મુજબ બુધવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના કુલ 11 શહેરોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર અને અન્ય શહેરોમાં પણ પારો 32 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહત્વનની વાત એ છે કે, 24 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. જ્યારે બીજી તરફ લધુત્તમ તાપમાનનો પારો સામાન્ય ગગડ્યો છે. બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ