બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chandragrahan 2023 timing niyam hindu panchang information

ધર્મ / આજે વર્ષ છેલ્લું મોટું ચંદ્ર ગ્રહણ: 3 રાશિને થશે તગડો ફાયદો તો આ 5 રાશિજાતકોની નુકસાની પાક્કી, જાણી લેજો સૂતકના નિયમ

Vaidehi

Last Updated: 07:37 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાગ અનુસાર આજે એટલે કે શનિવારે વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારત સહિત 20થી વધુ દેશોમાં જોવા મળશે.

  • આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે
  • મધ્યરાત્રી 1.06 એ શરૂ થશે ગ્રહણ
  • બપોરે 4 વાગ્યાથી સૂતક લાગવાનું શરૂ થશે

ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવ્યું છે. આજે એટલે કે 28 ઑક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ પડશે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું છેલ્લું ગ્રહણ રહેશે જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થશે.  સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી ચાલુ રહેશે. 

ચંદ્રગ્રહણને લગતી માહિતી અને નિયમો

  1. જ્યોતિષ અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે જે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગે છે.
  2. મેષ રાશિનાં જાતકે ભૂલથી પણ આ ગ્રહણને ન જોવું જોઈએ.
  3. ગ્રહણ વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ફળદાયી રહેશે જ્યારે મેષ, કન્યા, તુલા, મકર અને મીન રાશિનાં જાતકોએ સાવચેતી રાખવી પડશે.
  4. ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણનાં 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. 
  5. હિન્દૂ માન્યતા અનુસાર સૂતકકાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ વગેરે કંઈ કામ ન કરવું જોઈએ.
  6. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષરૂપે સતર્ક રહેવું જોઈએ.
  7. ચંદ્રગ્રહણ દરમિયાન નખ કે વાળ ન કાપવા જોઈએ.
  8. દેવી-દેવતાઓની મૂર્તિ કે મંદિરનો સ્પર્શ ન કરવો. મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રોચ્ચાર જાપ કરી શકો છો.
  9. ચંદ્રગ્રહણ દરમિયાન ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ નો જાપ કરવો.
  10. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું, ઘરમાં ગંગાજળ છાંટવું અને એ બાદ પૂજા-પાઠ ભોજન સહિત તમામ કાર્યો શરૂ કરી શકાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ