બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Central Government suggestion SOP to SC regarding appearance of officers in courts

BIG NEWS / મોદી સરકાર લાવી નવી ભલામણો: જો લાગુ થઈ તો અદાલતોનો આ 'પાવર' ખતમ થઈ જશે?

Megha

Last Updated: 10:40 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ SOPમાં કહેવામાં આવ્યું કે સરકારી અધિકારીઓ કોર્ટના કર્મચારી નથી અને કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના ડ્રેસ કોડ પર વાંધો ન ઉઠાવવો જોઈએ

  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક SOP રજૂ કર્યું છે 
  • કોર્ટમાં હાજર થતાં સરકારી અધિકારીઓને લઈને થોડી વાતો કહી 
  • ન્યાયાધીશોએ અધિકારીઓના પહેરવેશ પર ટિપ્પણી કરવાથી બચવું

Standard Operating Procedure: કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP લઈને આવી છે. જેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં હાજર થવા જઈ રહેલા સરકારી અધિકારીઓને લઈને કેટલીક વાતો કહી છે. 

અધિકારીઓના પહેરવેશ પર ટિપ્પણી કરવાથી બચવું
ડ્રાફ્ટ મુજબ સરકારનું કહેવું છે કે ન્યાયાધીશોએ સરકારી અધિકારીઓના પહેરવેશ અને સામાજિક પૃષ્ઠભૂમિ પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. સરકારી અધિકારીઓ કોર્ટના કર્મચારી નથી. તેથી કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના ડ્રેસ કોડ પર કોઈ વાંધો ઉઠાવવો જોઈએ નહીં સિવાય કે તે તેના હોદ્દા મુજબ અનપ્રોફેશનલ અટેલે કે બિનવ્યાવસાયિક હોય. 

સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ કનેક્ટ કરવાની મંજૂરી
એક અહેવાલ મુજબ ડ્રાફ્ટ એસઓપીમાં સરકારે કોર્ટની કાર્યવાહીમાં આવા અધિકારીઓની હાજરી અંગે ઘણા સૂચનો આપ્યા છે. આમાં કોર્ટના તિરસ્કારના કેસમાં તેમની હાજરીનો પણ સમાવેશ થાય છે. SOPમાં કહેવામાં આવ્યું છે કે આ માર્ગદર્શિકા ગૌણ અદાલતોમાં લાગુ થવી જોઈએ. સરકારના મતે તેનો હેતુ કોર્ટ અને સરકાર વચ્ચે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. આ સાથે કોર્ટની અવમાનનાનો અવકાશ પણ ઘટાડવાનો છે. એસઓપીમાં કોર્ટ અને સરકારી સંસાધનોનો સમય બચાવવા માટે સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ કરવાની મંજૂરી આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

'કોર્ટે સંયમ દાખવવો જોઈએ'
એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટની કાર્યવાહીમાં સરકારી અધિકારીઓની હાજરી માત્ર અપવાદરૂપ કેસોમાં જ હોવી જોઈએ. એટલું જ નહીં એસઓપીમાં કહેવામાં આવ્યું છે 'જાહેર હિતની અરજી અને અવમાનના કેસમાં અધિકારીઓને બોલાવતી વખતે કોર્ટે સંયમ દાખવવો જોઈએ.'

SOPમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી માત્ર અદાલતોમાં લાગુ પડતા આદેશોના સંદર્ભમાં જ શરૂ કરી શકાય છે અને વહીવટી સંબંધિત બાબતોમાં નહીં. વધુમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રવૃત્તિ પર કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરી રહી છે, જો તે જાણીજોઈને કરવામાં આવી નથી તો અવમાનના પગલાં લેવા જોઈએ નહીં.

આ સાથે જ SOPમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે તિરસ્કારની કાર્યવાહીના પરિણામની સમીક્ષા ન થાય ત્યાં સુધી નીચલી અદાલતના સ્તરે તેને સ્થગિત રાખવામાં આવે અને ન્યાયાધીશોએ તેમના આદેશો સાથે સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં બેસવું જોઈએ નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ