બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Central government has decided to transform 1000-year-old Bholanath temple in Sunok village of Mehsana

પ્રસાદ યોજના / મહેસાણાના સુણોક ગામમાં 1000 વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે ભોળાનાથ: કેન્દ્ર સરકારે કાયાપલટ કરવાનો લીધો નિર્ણય

Megha

Last Updated: 03:21 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની કાયાપલટ કરાશે, આ મંદિર દ્વારકા, સોમનાથ, અંબાજી બાદ સૂર્યમંદિરથી પણ પ્રાચીન છે.

  • પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની પસંદગી
  • દ્વારકા, સોમનાથ, અંબાજી બાદ સૂર્યમંદિરથી પણ પ્રાચીન છે આ મંદિર 
  • સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની કાયાપલટ કરાશે

પ્રવાસન મંત્રાલયે તેની ‘સ્વદેશ દર્શન’ અને ‘પ્રસાદ’ યોજનાઓ હેઠળ વિકાસ માટે ચાર તીર્થસ્થાનોની ઓળખ કરી છે. તેઓ દેશમાં પ્રવાસન માળખાના વિકાસ માટે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને નાણાકીય સહાય પૂરી પાડે છે.

એવામાં હવે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની પસંદગી કરવામાં આવી છે. એટલે કે દ્વારકા, સોમનાથ અંબાજી અને સૂર્યમંદિરથી પણ પ્રાચીન ઊંઝાના સુણોકનું નીલકંઠ મહાદેવ મંદિરની પસંદગી કરાતા હવે આ તીર્થસ્થાનની કાયાપલટ થશે. નોંધનીય છે કે પ્રસાદ યોજના અંતર્ગત એક માત્ર ગુજરાતના મંદિરને સ્થાન મળ્યું.

આ યોજના અંતર્ગત મંત્રાલય દ્વારા દેશભરમાં 17 રાજ્યોમાં આવેલ 26 નવી સાઈટ્સની ઓળખ કરી છે જેમાં તમિલનાડુના 8, બિહાર અને મહારાષ્ટ્રના 3-3 મંદિરોની પસંદગી કરાઈ અને ગુજરાતના મહેસાણાના ઊંઝાના સુણોક ગામમાં આવેલ મહાદેવ મંદિરની પસંદગી કરાઈ છે. 

હવે સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયાપલટ કરાશે. કહેવાય છે કે આ મહાદેવ મંદિરનું સ્થાપત્ય 10મી સદીનું છે. એટલે કે એક રીતે જોવા જઈએ આ મંદિર મોઢેરા સૂર્યમંદિરથી લગભગ 100 વર્ષ પ્રાચીન છે. 

'રાષ્ટ્રીય મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઇવ' (National Mission on Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive’- PRASAD) વર્ષ 2014-15માં પર્યટન મંત્રાલય દ્વારા ઓળખાયેલ તીર્થસ્થળોના સર્વગ્રાહી વિકાસના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. 

ઑક્ટોબર 2017માં, યોજનાનું નામ બદલીને 'રાષ્ટ્રીય મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઑગમેન્ટેશન ડ્રાઇવ - PRASHAD' રાખવામાં આવ્યું હતું. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયની હૃદય યોજના બંધ થયા પછી, હેરિટેજ સ્થળોના વિકાસને પ્રસાદ યોજનામાં સામેલ કરવામાં આવી હતી. અમરાવતી અને શ્રીશૈલમ (આંધ્રપ્રદેશ), કામાખ્યા (આસામ), પરશુરામ કુંડ (લોહિત જિલ્લો, અરુણાચલ પ્રદેશ), પટના અને ગયા (બિહાર) વગેરે જેવા ઘણા ધાર્મિક શહેરો/સ્થળોની ઓળખ PRASAD યોજના હેઠળ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ