બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Board of Secondary Education announces Class 12 results

BIG NEWS / CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, વિદ્યાર્થીઓ આ રીતે ફટાફટ ચેક કરો તમારું રિઝલ્ટ

Dhruv

Last Updated: 10:35 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં કેટલાંય સમયથી રાહ જોઇ રહેલા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણ કે આજ રોજ CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે.

  • CBSEએ જાહેર કર્યું ધોરણ 12નું પરિણામ
  • cbse.gov.in, results.cbse.nic.in પર જઇને વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે
  • પરીક્ષામાં 94.54% વિદ્યાર્થીનીઓ અને 91.25% વિદ્યાર્થીઓ પાસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આથી, જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે તેઓ પોતાના પરિણામને CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in પર જોઈ શકશે.

CBSE Result 2022: ક્યાંથી મળશે માર્કશીટ અને સર્ટિફિકેટ?

વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઇન માર્કશીટ CBSEની ઓફિશીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે પરંતુ ઓરિજનલ માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ થોડી રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓએ પરિણામ મળ્યાના થોડાં જ દિવસ બાદ પોતાની સ્કૂલે જઇને પોતાની માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવી શકશે. એ સિવાય, ડિજિલોકર એપ અથવા વેબસાઇટ પર જઇને CBSE રિઝલ્ટ, માર્કશીટ અને સર્ટિફિકેટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકે છે.

CBSE ધો-12નું પરિણામ જાહેર

પરીક્ષામાં 94.54% વિદ્યાર્થીનીઓ પાસ
પરીક્ષામાં 91.25% વિદ્યાર્થીઓ થયા પાસ
નવેમ્બર-ડિસેમ્બર 2021માં CBSE પરીક્ષા યોજાઇ હતી

CBSE Board Result 2022: આ રીતે તમારું પરિણામ ચેક કરો

1. સૌ પહેલાં ઓફિશયલ વેબસાઇટ cbseresults.nic.in પર જઇને ક્લિક કરો.

2. પછી ધોરણ 12નું પરિણામ 2022ની લિંક પર ક્લિક કરો.

3. હવે તમારો બોર્ડ રોલ નંબર, જન્મદિવસ અને સ્કૂલ નંબર એન્ટર કરો.

4. હવે સબમિટ બટન પર ક્લિક કરો.

5. તમને સ્ક્રીન પર CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ દેખાશે.

6. તેને ચેક કરો અને તમારા રિઝલ્ટની પ્રિન્ટ નીકાળી લો.

CBSE ધોરણ 12નું પરિણામ આ રીતે Digi Locker પર ચેક કરો

1. સૌ પહેલાં ઓફિશીયલ વેબસાઇટ digilocker.gov.in પર ક્લિક કરો.

2. હવે આધાર નંબર અને માંગવામાં આવેલી અન્ય તમામ જાણકારી સબમિટ કરીને લોગઇન કરો.

3. હવે ' CBSE 12th results 2022' ફાઇલ પર ક્લિક કરો.

4. હવે તમારી સ્ક્રીન પર માર્કશીટ જોવા મળશે, હવે તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ