બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખાખીની દાદાગીરી, હોટલના કર્મચારીને માર્યો ઢોર માર, મામલો પોલીસકર્મીઓના મહેમાન સાથે જોડાયેલો

રાજકોટ / ખાખીની દાદાગીરી, હોટલના કર્મચારીને માર્યો ઢોર માર, મામલો પોલીસકર્મીઓના મહેમાન સાથે જોડાયેલો

Published By: Vishal Dave

Last Updated: 11:22 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલવિયાનગર પોલીસ સ્ટેશનના કેટલાક કર્મીઓના મહેમાનો હોટેલમાં રોકાયા હતા. આ બાબતે હોટેલ મેનેજમેન્ટ અને પોલીસ વચ્ચે રકઝક સર્જાઈ, જેના પગલે કેટલાક પોલીસ કર્મીઓ હોટેલમાં સીધા જ પ્રવેશી ગયા.

રાજકોટ પોલીસ ફરી એકવાર ચર્ચાના વંટોળમાં આવી ગઈ છે. મવડી ચોકડી નજીક આવેલી દ્વારકાધીશ હોટેલમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના કેટલાક કર્મીઓ દ્વારા હોટેલ સ્ટાફ સાથે કરાયેલા વર્તનનો CCTV વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં ચર્ચા ગરમાઈ છે.

પોલીસ સ્ટાફના મહેમાનને લઈ થયેલી રકઝક

માલવિયાનગર પોલીસ સ્ટેશનના કેટલાક કર્મીઓના મહેમાનો હોટેલમાં રોકાયા હતા. આ બાબતે હોટેલ મેનેજમેન્ટ અને પોલીસ વચ્ચે રકઝક સર્જાઈ, જેના પગલે કેટલાક પોલીસ કર્મીઓ હોટેલમાં સીધા જ પ્રવેશી ગયા.

હોટેલ સ્ટાફ સાથે પોલીસનો રોફ

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે પોલીસ સ્ટાફે હોટેલના જ એક કર્મીને માર માર્યો, જેનાથી હોટેલ મેનેજમેન્ટ ભયગ્રસ્ત બન્યું હતું. હોટેલનો કર્મી શરૂઆતમાં પોલીસ સામે સત્તાવાર ફરિયાદ કરવા મક્કમ બન્યો હતો.

માફી બાદ ફરિયાદ ટળી

ત્યાં સુધીમાં પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ, પોલીસ સ્ટાફે હોટેલ કર્મચારીઓની માફી માંગી, અને વાત શમાવવાનો પ્રયાસ કર્યો. પરિણામે, હોટેલ તરફથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી.

આ પણ વાંચોઃ એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો

ઉચ્ચ અધિકારીઓ કરશે કાર્યવાહી?

CCTV પુરાવા બહાર આવ્યા બાદ શહેરમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે—
“શું હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાનો ગંભીરતાથી તારણ લઈ જવાબદાર પોલીસ સ્ટાફ પર યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરશે?”

સ્થાનિક નાગરિકો અને સમાજના લોકોનું માનવું છે કે જો આવી ઘટનાઓ પર કડક પગલાં નહીં લેવાય, તો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ખોરવાઈ શકે છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Dwarakadheesh Hotel Incident

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ