બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / car care tips for winter session to avoid problems

Car Care Tips / શિયાળાની કડકડતી ઠંડીમાં કારને સુરક્ષિત રાખવા અનુસરો આ ટિપ્સ, નહીં પડે ક્યારેય કોઇ મુશ્કેલી

Arohi

Last Updated: 09:15 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Care Tips: જો તમારી પાસે કાર છે તો તમને ખબર હશે કે કારની દરેક ઋતુમાં સર્વિસ કરાવવી કેટલી જરૂરી છે. કારની યોગ્ય રીતે દેખરેખ રાખવા માટે આ ટિપ્સને ફોલો જરૂરથી કરો.

  • દરેક ઋતુમાં કારની કરાવો સર્વિસ 
  • શિયાળામાં આ રીતે રાખો કારની દેખરેખ 
  • કરો ફક્ત આ સરળ કામ 

ગમેતે સિઝન હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ તમારી ગાડીને સારી સર્વિસની જરૂર હોય છે. નહીં તો ખરાબ વાતાવરણના કારણે તેમાં ગડબડી થવાની સંભાવના બની રહે છે. માટે અમે તમને શિયાળાની ઋતુમાં કારની દેખરેખ માટે અમુક જરૂરી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે. જેથી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 

કારની લાઈટ્સ કરો ચેક 
શિયાળામાં દિવસ નાનો અને રાત મોટી હોય છે. તેનો મતલબ છે કે ડેલાઈટ થોડા સમય માટે જ મળી શકે છે. માટે જરૂરી છે કે તમારી કારની લાઈટ્સને ચોક કરો કે આ સારી રીતે કામ તો કરી રહી છે. જો કોઈ લાઈટ ગડબડ છે તો તરત તેને બદલી નાખો. 

કાર બેટરી મેઈન્ટેઈન રાખો 
શિયાળામાં કારની બેટરી પર સૌથી વધારે અસર પડે છે. એક કમજોર બેટરી ઉનાળાની સિઝનમાં કાર કરશે પરંતુ શિયાળામાં તે સંપૂર્ણ ડેડ થઈ જશે. માટે ખાસ જ્યારે તમે લોન્ગ રૂટ પર નિકળો તો પોતાની કારની બેટરીને ચેક જરૂર કરી લો અને જો આ યોગ્ય રીતે કામ ન કરે તો તેને રિપ્લેસ કરાવી લો. જેથી રસ્તામાં ક્યાંય તેના કારણે ઉભા ન રહેવું પડે. 

એન્જિન ઓયલ 
જો તમે ઘણા સમયથી એન્જિન ઓયલ અને કૂલેંટ નથી બદલાવ્યું તો તેને ટોર અપ કરવાની જગ્યા પર ચેન્જ કરી લો. ત્યાં જ શિયાળામાં હલ્કુ એન્જિન ઓયલ યુઝ કરવાની સલાહ આપવામાં આવે છે. માટે કારની સાથે મળેલા યુઝર મેન્યુએલનો પણ સહારો લઈ શકો છો.  

વિંડશીલ્ડ વાઈપર 
શિયાળામાં તેને ખૂબ જ મહત્વનો રોલ હોય છે. જોકે તમની લાઈફ ખૂબ જ ઓછી હોય છે. જો આ તૂટેલા જોવા મળે તો તરત જ બદલી લો. 

વિંડશીલ્ડ ચેક કરો 
આ કારનો મહત્વનો ભાગ છે. જે કેબિનમાં ધૂળ, માટી, પાણીને આવવાથી રોકે છે. માટે આ ચેક કરવું જરૂરી છે કે ક્યાંક તેમાં કોઈ ક્રેક તો નથી. જેના કારણે પાણીના ટીંપા અંદર આવી શકે છે. તેના ઉપરાંત શિયાળામાં તેના પર ફોગ, ધૂળ જામી જાવાના ચાન્સ વધારે છે. પરંતુ કેબિનની બહાર અને અંદરના તાપમાનને બેલેન્સ કરીને તેનાથી બચી શકાય છે. 

કારના ટાયર 
શિયાળામાં કારના ટાયરની સેફ્ટીની સાથે સાથે તેમની ડેપ્થ પણ પુરતી હોવી જરૂરી છે. કારણ કે રસ્તો સ્લિપી હોય છે. જેના કારણે અચાનક બ્રેક લગાવવા પર લપસી જવાની સંભાવના પણ રહે છે. 

એન્જિન ગરમ કરો 
શિયાળામાં કારના યોગ્ય પર્ફોરમન્સ અને તેમાં કોઈ નુકસાનથી બચવા માટે એન્જિનને વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે. માટે ક્યાંય પણ નિકળતા પહેલા કારને અમુક મિનિટ ચાલુ કરી રાખો. ત્યાર બાદ જ ક્યાંક નિકળો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ