ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે આજે ઉત્તમ મોકો! ખુલી ગયો Capital Infra Trustનો IPO, જાણો વિગત

IPO અપડેટ / રોકાણકારો માટે આજે ઉત્તમ મોકો! ખુલી ગયો Capital Infra Trustનો IPO, જાણો વિગત

Last Updated: 12:32 PM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે IPOમાં રોકાણ કરવાની વિચારી રહ્યા છો તો તમારે માટે આવી ગઈ છે એક શાનદાર ઓફર. તમે કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટના આઇપીઓમાં રોકાણ કરી શકો છો આજે તેના સબસ્ક્રિપ્શનનો પહેલો દિવસ છે. કેપિટલ ઈન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટ રૂ. 1,578.00 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ 10.77 કરોડ શેરનો નવો જોઈન્ટ ઈશ્યુ છે. ચાલો જાણીએ તેના વિશે જરૂરી વિગતો.

ADVERTISEMENT

Capital Infra Trust IPO કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટ માટેનું સબસ્ક્રિપ્શન આજે એટલે કે 7 જાન્યુઆરી 2025એ ખુલશે અને 9 જાન્યુઆરીના રોજ બંધ થશે. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટનું એલોટમેન્ટ 10 જાન્યુઆરીએ થવાની આશા છે. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટનું લિસ્ટિંગ BSE અને NSE પર 14 જાન્યુઆરીએ થઈ શકે છે.

બુક રનિંગ લીડ મેનેજર

SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, HDFC બેન્ક લિમિટેડ આ બંને કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટના બુક રનિંગ લીડ મેનેજર છે, જેર કેફીન ટેકનોલોજી લિમિટેડ આ ઈશ્યૂ માટે રજીસ્ટાર છે.

પ્રાઇસ બેન્ડ

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટનું પ્રાઇસ બેન્ડ રૂ 99 થી 100 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. અરજી માટે મિનિમમ લૉટ સાઇઝ 150 છે. રિટેલ રોકાણકારો દ્વારા જરૂરી ઓછામાં ઓછી રોકાણની રકમ 15000 રૂપિયા છે. sNII માટે ન્યૂનતમ લૉટ સાઇઝ 14 (2100 શેર) છે જેની રકમ 2,10,000 રૂપિયા છે અને bNII માટે આ લૉટ 67 (10,500 શેર) છે જેની કિંમત 10,05,000 રૂપિયા છે.

કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટની લૉટ સાઇઝ 150 છે જેની જરૂરી રકમ 15,000 રૂપિયા છે.

વધુ વાંચો: બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા

કંપની વિશે જાણકારી

સપ્ટેમ્બર 2023માં સ્થાપિત કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ કન્સ્ટ્રક્શન લિમિટેડનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. આ NHAI, MoRTH, MMRDA અને CPWD સહિત ઘણી સરકારી સંસ્થાઓ માટે 19 રાજ્યોમાં રસ્તા અને હાઇવે પ્રોજેક્ટ પર કામ કરે છે.

ડિસેમ્બર 2024 સુધી કંપનીએ તેના પોર્ટફોલિયોમાં NHAI સહિત હાઇબ્રીડ એન્યુઇટી મોડ પર 26 માર્ગ યોજનાઓનો સમાવેશ થાય છે જેમાંથી 11 યોજનાઓ પૂરી થઈ ગઈ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO stockmarket capital infra trust ipo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ