ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા

Budget 2025 / બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા

Last Updated: 12:00 PM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2005 ના રોજ કેન્દ્રિય બજેટ 2025 રજૂ કરશે જેને લઈને દેશવાસીઓ તેમની પાસેથી મોટી આશા લઈને બેઠા છે.

ADVERTISEMENT

ભારતીયો વર્ષ 2025 ના કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ કરશે ત્યારે તેની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ બજેટ આવનારા વર્ષોમાં દેશમાં વિકાસ કાર્યો થશે તેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે. આવનારું બજેટ ખૂબ અગત્યનું એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે આ એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશ તેના વેપારને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર સરેરાશથી ઓછો હતો અને અર્થતંત્રને સકારાત્મક દિશામાં લઈ જવા માટે કેટલાક સાહસિક પગલાં લેવાની જરૂર છે.

બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની આર્થિક વૃદ્ધિ અચાનક જ ધીમી થઈને 5.4% પર આવી ગઈ હતી, જેનું મુખ્ય કારણ આવકના સાધનોની અછત અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને વિક્ષેપિત પુરવઠા શૃંખલાઓ વચ્ચે નબળા મૂડી નિર્માણ અને નિકાસ પ્રદર્શનને કારણે છે. ખાદ્ય પદાર્થોની વધી જતી કિંમતના કારણે ફુગાવો અસ્થિર રહે છે. બે મહિનાને બાદ કરતાં સમગ્ર વર્ષ દરમિયાન ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના લક્ષ્યાંક દરથી ઉપર રહ્યો છે. ઓકટોબર 2024માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) RBIની 6 ટકાની ઉપલી મર્યાદાને વટાવીને 6.21 ટકા સુધી પહોંચી ગયો છે.

નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા

1.વ્યક્તિગત ટેક્સમાં રાહત

ઘણા ઉધોગ પતિઓ અને નેતાઓએ 20 લાખ રૂપિયા/વર્ષની આવક પર ઇન્કમ ટેક્સમાં રાહત માંગી છે. જેનાથી આવકના વધારો થશે અને વેપારને વેગ મળશે.

2.ઈંધણ પર આબકારી જકાત ઓછી કરવી

એક મુખ્ય આશા ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાની છે. વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવમાં 40%નો ઘટાડો થવા છતાંપણ ઉત્પાદક કિંમતોમાં ભારે ભાવ વધારાને કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો થયો નથી. ઈંધણના ભાવમાં ઘટાડાથી મોંઘવારી પર અંકુશ લગાવવા માટે અને વિશેષ રૂપથી ઓછી આવકવાળા પરિવારમાં ખરીદી વધશે.

3.રોજગારવાળા ક્ષેત્રોમાં વૃદ્ધિ

જે ઉદ્યોગો રોજગાર આપે છે જેવા કે - કપડાં, જૂતાં, પ્રવાસન, ફર્નિચર અને fmcg પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે અમુક લક્ષ્ય આધારિત ઉપાયો આપવામાં આવ્યા છે. જેનો ઉદેશ્ય દેશમઆ રોજગારની તક ઊભી કરવાનો અને વૈશ્વિક ફલક પર ભારતને વધુ પ્રભાવશાળી સ્થાપિત કરવાનો છે.

4.ગ્રામીણ વપરાશ અને ખાદ્ય સુરક્ષામાં વધારો

ગ્રામીણ વપરાશને વેગ આપવાની જરૂર છે, જે તાજેતરના ત્રિમાસિક ગાળામાં સુધારાના સંકેતો દર્શાવે છે.

વધુ વાંચો: 5 ટકા લપસી પડ્યાં Zomatoના શેર, કંપનીની માર્કેટ વેલ્યૂ ઉપર પણ અસર દેખાઈ

5.ચીન દ્વારા ડમ્પિંગને અટકાવવું

વૈશ્વિક બજારોમાં ચીન દ્વારા વધારાનો માલ ડમ્પ કરવામાં આવે છે જે ભારતીય ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Industry tax payers Union Budget 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ