ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 5 ટકા લપસી પડ્યાં Zomatoના શેર, કંપનીની માર્કેટ વેલ્યૂ ઉપર પણ અસર દેખાઈ

બિઝનેસ / 5 ટકા લપસી પડ્યાં Zomatoના શેર, કંપનીની માર્કેટ વેલ્યૂ ઉપર પણ અસર દેખાઈ

Last Updated: 11:57 AM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zomato ના શેરોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્વિક કોમર્સ સ્પેસમાં વધતી કોમ્પિટિશનના કારણે બ્રોકરેજ ફર્મ જેફરીઝે આ સ્ટોકના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે, સાથે જ ટાર્ગેટ પ્રાઇઝમાં પણ ઘટાડો કર્યો છે.

ADVERTISEMENT

ઓનલાઇન ફૂડ ડિલીવરી કરનારી કંપની Zomatoના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતના બે દિવસો સિવાય આ સ્ટોકમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે. 2 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ શેર 11 ટકા લપસી ગયા છે. ફૂડ ડિલીવરી એગ્રીગેટ અને ક્વિક કોમર્સ સ્પેસ કંપની Zomatoના શેરમાં આજે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન જ લગભગ 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Zomato Shareએ 256.95 રૂપિયા પર ટ્રેડિંગની શરૂઆત કરી અને મિનિટોમાં જ આ 251.75 રૂપિયા પર આવી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી શેરમાં ચાલી રહેલા ઘટાડાની અસર કંપનીની માર્કેટ વેલ્યૂ પર પણ જોવા મળી અને આ 2.30 લાખ કરોડ રૂપિયા રહી ગઈ. મંગળવારે Zomatoના શેરમાં અચાનક મોટા ઘટાડા પાછળનું કારણ કંપનીને લઈને વિદેશથી આવી રહેલા એક સમાચાર માનવામાં આવી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferies એ Zomato નું રેટિંગ Buyથી ડાઉનગ્રેડ કરીને Hold કરી દીધું છે. આ સિવાય શેરના ટાર્ગેટ પ્રાઇઝમાં પણ ઘટાડો કર્યો છે. Jefferies એ Zomato ને ડાઉનગ્રેડ કરીને આના શેરની ટાર્ગેટ પ્રાઇઝ અગાઉના 335 રૂપિયાથી ઘટાડીને 275 રૂપિયા કરી દીધી છે.

ટાર્ગેટમાં 18% ઘટાડો કર્યા પછી, બ્રોકરેજ ફર્મે કહ્યું કે ક્વિક કોમર્સ સ્પેસમાં કોમ્પિટિશન વધવી નફાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે. ક્વિક કોમર્સ સ્પેસમાં Blinkit ઉપરાંત, Swiggyનું Instamart, Zepto, Amazon સહિત અન્ય પ્લેયર્સ પણ છે.

કોમ્પિટિશનને લઈને Jefferiesએ શું કહ્યું?

Jefferiesનું કહેવું છે કે વર્ષ 2025 Zomato શેર માટે એકત્રીકરણનું વર્ષ બની શકે છે. આ શેરમાં 2024 દરમિયાન લગભગ બમણી વૃદ્ધિ જોવા મળી છે. જો કે, મજબૂત અમલીકરણ અને કંપની માટે તકના દૃષ્ટિકોણથી જોઈએ તો વેલ્યુએશન હજી વધુ મોંઘુ થયું નથી. પરંતુ, ક્વિક કોમર્સ સ્પેસમાં કોમ્પિટિશન વધવી પડકારજનક રહેશે. આ સ્પેસમાં નવા ખેલાડીઓની એન્ટ્રી અને પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી કંપનીઓની આક્રમકતાને કારણે ડિસ્કાઉન્ટ વધી શકે છે. ડિસ્કાઉન્ટને કારણે મધ્યમ ગાળામાં નફાને અસર થશે.

આ પણ વાંચો: આજનું શેર બજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મામૂલી ઉછાળો, જાણો માર્કેટના હાલ

બ્રોકરેજ ફર્મે Blinkit ના બિઝનેસ વર્ષ 2026 અને 2027 માટે EBITDA (વર્કિંગ પ્રોફિટ) અંદાજમાં ઘટાડો કર્યો છે. Zomatoને કવરેજમાં સામેલ રાખતા 26 એનાલિસ્ટમાંથી 23એ સ્ટોક પર Buyની સલાહ આપી છે. જયારે Jefferies સિવાય 2 અન્ય એનાલિસ્ટે શેર પર Sell રેટિંગ આપ્યું છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zomato news Zomato Share Zomato Share Price Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ