ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજનું શેર બજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મામૂલી ઉછાળો, જાણો માર્કેટના હાલ

બિઝનેસ / આજનું શેર બજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મામૂલી ઉછાળો, જાણો માર્કેટના હાલ

Last Updated: 09:43 AM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સ 327 પોઈન્ટ ઉપર, નિફ્ટી 23,679 પર ખુલ્યો.

ADVERTISEMENT

Stock Market Today: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 327 પોઈન્ટના ઉછાળા સાથે 78,292.97 પર ખુલ્યું, તો NSE પર નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 23,679.90 પર ખુલ્યું. આજના ટ્રેડિંગ દરમિયાન એસએચ કેલકર એન્ડ કંપની, અશોકા બિલ્ડકોન, વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન, એડોર વેલ્ડીંગ, વક્રાંગી, ઈન્ટરગ્લોબ એવિએશન, પીરામલ ફાર્મા, રુદ્ર ગેસ એન્ટરપ્રાઈઝ, KIOCL અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જેવા શેર ફોકસમાં રહેશે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી જોવા મળી રહી છે અને માત્ર 3માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં તેજી અને 4માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 0.60%ની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.05% અને ઓઈલ એન્ડ ગેસ 1.38%ની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો અને મીડિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 2.44% અને કોરિયાનો કોસ્પી 0.70%ની તેજી છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.27% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક લિમિટેડ અને કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટના IPO આજથી ખુલ્યા છે. રોકાણકારો તેના માટે 9 જાન્યુઆરી સુધી બોલી લગાવી શકશે. આ શેર 14 જાન્યુઆરીએ BSE-NSE પર લિસ્ટ થશે. NSEના ડેટા અનુસાર, 6 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 2,575.06 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ પણ રૂ. 5,749.65 કરોડના શેર ખરીદ્યા. 6 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.060%ના ઘટાડા સાથે 42,706 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.55% વધીને 5,975 પર અને Nasdaq 1.24% વધીને 19,864 પર બંધ થયો.

PROMOTIONAL 13

સોમવારનું બજાર

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1258 પોઈન્ટના ઘટાડા સાથે 77,964.99 પર બંધ રહ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 1.58 ટકાના ઘટાડા સાથે 23,625.20 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને બીપીસીએલના શેર નિફ્ટી પર ટોપ લુઝર્સની લિસ્ટમાં સામેલ હતા. જ્યારે અપોલો હોસ્પિટલ, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની, એચસીએલ ટેક્નોલોજીના શેર્સ ટોપ ગેનર્સની લિસ્ટમાં સામેલ હતા.

આ પણ વાંચો: આજે ખુલશે ભારતીય રેલવેની સુરક્ષા 'કવચ' પર કામ કરનારી કંપનીનો IPO, જાણી લો પ્રાઇસ બેન્ડ

દેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના 6 કેસ સામે આવી ચુક્યા છે. રોકાણકારો આ અઠવાડિયે શરૂ થતી Q3 પરિણામોની સીઝનની આસપાસ કમાણીના અપડેટ્સ અને અપેક્ષાઓ પર નજર રાખવા સાથે ટ્રમ્પ પ્રેસિડન્સી અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ અંગેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન HMPV વિશેના સમાચારોએ રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

share market News Stock Market Today Share Market Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ