ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજે ખુલશે ભારતીય રેલવેની સુરક્ષા 'કવચ' પર કામ કરનારી કંપનીનો IPO, જાણી લો પ્રાઇસ બેન્ડ

IPO અપડેટ / આજે ખુલશે ભારતીય રેલવેની સુરક્ષા 'કવચ' પર કામ કરનારી કંપનીનો IPO, જાણી લો પ્રાઇસ બેન્ડ

Last Updated: 09:09 AM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Quadrant Future Tek IPO : ભારતીય રેલ્વેની કામગીરીમાં કવચ હેઠળ સંશોધનના આધારે નવી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહેલ કંપનીનો IPO

ADVERTISEMENT

Quadrant Future Tek IPO : વર્ષ 2024 બાદ હવે નવા વર્ષ 2025માં પણ IPO માર્કેટ ધમધમી રહ્યું છે. નવા વર્ષનો બીજો Quadrant Future Tek IPO આજથી માર્કેટમાં આવવા જઈ રહ્યો છે. કંપની ભારતીય રેલ્વેની કામગીરીમાં કવચ હેઠળ સંશોધનના આધારે નવી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે. Quadrant Future Tek નો IPO 7 થી 9 જાન્યુઆરી દરમિયાન રોકાણ માટે ખુલ્લો રહેશે.

શું છે આ IPOનો પ્રાઇસ બેન્ડ ?

Quadrant Future Tek IPO દ્વારા રૂ. 290 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. IPOમાં સંપૂર્ણપણે નવા શેર જારી કરીને સંપૂર્ણ નાણાં એકત્ર કરવામાં આવે છે. રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે કંપનીએ શેર દીઠ રૂ. 275-290ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા રૂ. 14500 પ્રતિ લોટ માટે અરજી કરી શકે છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે જેના માટે તેમણે 1,88,500 રૂપિયા ચૂકવવા પડશે.

જાણો ક્યારે થશે લિસ્ટિંગ ?

Quadrant Future Tekના IPOમાં એન્કર રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ.130.50 કરોડ એકત્ર કર્યા છે. IPO 6 જાન્યુઆરીએ એન્કર રોકાણકારોની અરજીઓ માટે ખુલ્લું હતું. IPOમાં ફાળવણી 10 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરવામાં આવશે. રિફંડ 13 જાન્યુઆરીએ જારી કરવામાં આવશે. 13 જાન્યુઆરીએ જ સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે. Quadrant Future Tekનો IPO 14 જાન્યુઆરી, 2025ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે. IPO પહેલા કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 93.33 ટકા હતું જે IPO પછી ઘટીને 70 ટકા થઈ જશે.

ગ્રે માર્કેટમાં IPOને જોરદાર પ્રતિસાદ

Quadrant Future Tek IPOનો GMP ગ્રે માર્કેટમાં રૂ. 210 પર ટ્રેડ થઈ રહ્યો છે. સફળ રોકાણકારોને IPO રૂ. 290ના પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તર પરથી લિસ્ટિંગ પર 72.41 ટકા વળતર મળવાની શક્યતા છે. એટલે કે IPO 500 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.

વધુ વાંચો : સ્ટોક માર્કેટમાં ધમાલ મચાવી શકે છે આ 5 શેર, સામે આવી સૌથી મોટી અપડેટ

શું કરે છે કંપની ?

Quadrant Future Tek લિમિટેડની સ્થાપના સપ્ટેમ્બર 2015માં ભારતીય રેલવેના કવચ પ્રોજેક્ટ માટે આગામી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવી હતી. કંપની પાસે ઇલેક્ટ્રોન બીમ ઇરેડિયેશન સેન્ટર સાથે ખાસ કેબલ ઉત્પાદન સુવિધા પણ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Quadrant Future Tek IPO Indian Railways KAVACH Project Quadrant Future Tek IPO GMP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ