બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / canada pm justin trudeau confirms his presence in g20 summit but expresses disappointment as Ukraine is not invited

વિશ્વ / G20 માટે ભારત આવશે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો, જોકે આ દેશને આમંત્રણ ન મળતા વ્યક્ત કરી નારાજગી, કહ્યું હું દ્રઢતાથી બોલીશ

Vaidehi

Last Updated: 11:21 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canadaનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો G20 સમિટમાં જોડાવા ભારત આવશે. જો કે તેમણે યૂક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેંસ્કીને સમિટમાં આમંત્રિત ન કરવા મુદે નારાજગી વ્યક્ત કરી છે.

  • G20 સમિટમાં કેનેડાનાં PM જસ્ટિન ટ્રૂડો પણ જોડાશે
  • પરંતુ યૂક્રેનને આમંત્રણ ન મળવા પર ટ્રૂડો નારાજ થયાં છે
  • ટ્રૂડોએ જેલેંસ્કીને કહ્યું કે 'અમે તમારા માટે દ્રઢતાથી વાત કરશું'

G20 Summit Delhi: કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ભારતમાં થનારા G20 સમ્મેલનમાં શામેલ થવા જઈ રહ્યાં છે.  પરંતુ તેમણે યૂક્રેનને આ સમિટનાં શામેલ ન કરવા બાબત પર નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં જ યૂક્રેની રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીની સાથે ટેલીફોન પરની વાતચીતમાં ટ્રૂડોએ એ સુનિશ્ચિત કરવાનો વાયદો કર્યો હતો કે સમિટમાં કીવની ચિંતાઓ પર યોગ્ય ધ્યાન દેવામાં આવશે.

'અમે તમારા માટે દ્રઢતાથી વાત કરશું'
ટ્રૂડોએ જેલેંસ્કીને કહ્યું કે,' હું G20 સમિટમાં જોડાઈશ પરંતુ મને નિરાશા છે કે તમને સમિટમાં શામેલ નથી કરવામાં આવી રહ્યું. પણ અમે તમારા માટે દ્રઢતાથી વાત કરશું. અમે એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશું કે દુનિયા તમારી સાથે ઊભી રહે. યૂક્રેન પણ કેનેડા સમાન જ છે.'

'તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું'
કેનેડાનાં PM ટ્રૂડોએ રાષ્ટ્રપતિ જેલેંસ્કીને કહ્યું હતું કે,' હું ટૂંક જ સમયમાં તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. કેનેડાનાં PMએ આ ટિપ્પણી ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરનાં એ નિવેદન બાદ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે 9 અન્ય નિરીક્ષક દેશોને આમંત્રણ હોવા છતાં યૂક્રેનને નિરીક્ષક રાષ્ટ્ર તરીકે સમિટમાં આમંત્રિત કરવામાં નહીં આવે.

આંતરરાષ્ટ્રીય સર્કિટમાં યૂક્રેનને નેતાઓનું સમર્થન
G20 માટે આમંત્રણ ન આપ્યા હોવા બાદ જેલેંસ્કીને આંતરરાષ્ટ્રીય સર્કિટમાં અનેક નેતાઓનું સમર્થન મળ્યું. જો કે ભારતનાં વિદેશમંત્રી જયશંકરે યૂક્રેનનાં બહિષ્કાર મુદે બચાવ કરતાં કહ્યું કે,' જી20 મુખ્યરૂપે આર્થિક મંચ છે, સંઘર્ષ - સમાધાનનું મંચ નહીં.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ