બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Calm sea in Ratnagiri showed raudra swarup in 5 seconds, suddenly huge wave came crowd of people were tensed, couldn't escape

બિપોરજોયનું તાંડવ / VIDEO: રત્નાગિરીમાં શાંત દરિયાએ 5 સેકન્ડમાં બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, અચાનક મોટી લહેર આવતા લોકોનું ટોળું તણાયું, ભાગી પણ ન શક્યા

Vishal Khamar

Last Updated: 10:55 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. ત્યારે મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે હરવા ફરવા આવેલ સહેલાણીઓ આનંદ માણી રહ્યા હતા. ત્યારે અચાનક મોટી દરિયાની લહેર આવતા પ્રવાસીઓ તણાયા હતા. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવા પામી નથી.

  • વાવાઝોડામાં દરિયા પાસે જવાની ભૂલ ન કરતા 
  • શાંત દરિયાએ 5 સેકન્ડમાં બતાવ્યું રૌદ્ર સ્વરૂપ
  • રત્નાગિરીના લોકોને ભાગવાનો પણ ન મળ્યો સમય

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાની ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ મોટી અસર જોવા મળી રહી છે. રત્નાગીરીના દરિયાકાંઠેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં દરિયાના કાંઠે મજા માણી રહેલા સહેલાણીઓ અચાનક મોટી લહેર આવતા તેમાં તણાઈ ગયા હતા. દરિયાના વિશાળ મોજામાં બીચ પર લાગેલા સ્ટોલ પણ તણાઈ ગયા હતા.  

મોટી લહેર આવતા લોકો પાણીમાં તણાવા લાગ્યા હતા
છેલ્લા બે દિવસથી રત્નાગીરીના દરિયામાં ચક્રવાત બિપોરજોયની ભારે અસર જોવા મળી રહી છે. રત્નાગીરીના તીર્થસ્થળ ગણપતિપુલેના બીચ પર વાવાઝોડાની અસરને કારણે હાલમાં ભારે મોજાનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ગણપતિપુલે મંદિર પાસે બીચ પર પ્રવાસીઓ આવ્યા હતા. તેઓ બીચ પર બેસીને મજા કરી રહ્યા હતા ત્યારે જ દરિયામાંથી મોટી લહેર આવે છે અને બધા લોકો તેમાં તણાઈ જાય છે. સાથે જ ત્યાં લાગેલા સ્ટોલ પણ તેમાં તણાઈ જાય છે. 5 સેકન્ડમાં આવેલી મોટી લહેરના કારણે લોકોને ભાગવાની પણ તક નથી મળતી અને તેઓ પાણીમાં તણાવા લાગે છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ