બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 08:41 AM, 24 January 2024
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે. 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ શકે છે. વિધાનસભા સત્રની તૈયારી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે. તેમજ બેઠકમાં હજુ મહત્વની ચર્ચા તેમજ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કેબિનેટ બેઠકમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા કરાશે
વડોદરા હરણી બોટ દુર્ઘનામાં 12 બાળકો તેમજ 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા. જે બાદ કુલ 18 લોકો સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરી છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. વડોદરા હરણી લેક દુર્ઘટના સંદર્ભે થયેલી તપાસ અંગે ચર્ચા કરાશે તેમજ સરકાર દ્વારા આરોપીઓ સામે કડક પગલા લેવા અંગે પણ ચર્ચા કરાશે. તેમજ આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજનીતિક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.