બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cabinet approves disposal of 15 lakh tons of chana from buffer stock to states at discounted rates

ગૂડ ન્યૂઝ / ખેડૂતોને કઠોળના સારામાં સારા ભાવ મળે તે માટે મોદી સરકારે લીધા બે મોટા નિર્ણય, જાણો વિગત

Hiralal

Last Updated: 03:23 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કઠોળ પકવતા ખેડૂતોને તેમના પાકના સારામાં સારા ભાવ મળે અને વધારેમાં વધારે ખેડૂતો કઠોળ ઉગાડતા થાય તે માટે મોદી સરકારે બે મોટા નિર્ણય લીધો છે.

  • મોદી સરકારે લીધા બે મોટા નિર્ણય
  • રાજ્યોને 8 રુપિયે કિલો વેચશે ચણા
  • કઠોળની ખરીદી મર્યાદા વધારી
  • ખેડૂતોને કઠોળના સારા ભાવ  મળશે 
  • રાજ્યો ચલાવી શકશે કલ્યાણકારી યોજનાઓ  

રાજ્યો ગરીબો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી શકે તે માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં બેઠકમાં રાજ્યો માટે એક મોટી યોજનાને મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકદમ સસ્તા 8 રુપિયાના ભાવે 15 લાખ ટન ચણા વેચશે. એક સત્તાવાર નિવેદનમાં એવું જણાવાયું છે કે રાજ્યો પોતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી શકે તે માટે તેમને સસ્તા ચણા પૂરા પાડવાનો સરકાર નિર્ણય લીધો છે. 

સરકાર રાજ્યોને સસ્તા ચણા વેચવા 1200 કરોડનો ખર્ચ કરશે
સત્તાવાર નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે 12 મહિનાના સમય સુધી કે જ્યાં સુધી 15 લાખ ટનનો સ્ટોક પૂરો ન ઉઠાવી લેવામાં આવે ત્યાં સુધી રાજ્યોને ડિસ્કાઉન્ટ મળતું રહેશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર 1200 કરોડનો ખર્ચ કરશે. ચણા પર ડિસ્કાઉન્ટની સાથે સાથે સરકારે સરકારે તુવેર, અડદ અને મસૂર જેવી દાળ માટેની ખરીદી મર્યાદા 25 ટકાથી વધારીને 40 ટકા કરવાનો પણ નિર્ણય કર્યો છે.

ખેડૂતોને કઠોળના સારા ભાવ  મળશે 
ચણા પરના ડિસ્કાઉન્ટ અને ત્રણ કઠોળ માટે વધેલી ખરીદી મર્યાદાને કારણે વધારેમાં વધારે ખેડૂતોને કઠોળ ઉગાડવાનું પ્રોત્સાહન મળશે અને તેમની ઉપજ માટે સારા ભાવ મળશે.

રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે ચણા વેચવાનો કેન્દ્રનો નિર્ણય 
કેન્દ્ર સરકારે બીજો એક નિર્ણય લેતા રાજ્યોને 8 રુપિયાના સસ્તા ભાવે 15 લાખ ટન ચણા વેચવાનો પણ નિર્ણય કર્યો છે.  કેન્દ્રીય કેબિનેટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 15 લાખ ટન ચણાના નિકાલને 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર મંજૂરી આપી દીધી છે, જેથી તેનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે થઈ શકે. એક સત્તાવાર નિવેદનમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે, "આ માન્ય યોજના હેઠળ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સરકારને સોર્સિંગ સ્ટેટના ઇશ્યૂ પ્રાઇસ પર 8 રૂપિયા પ્રતિ કિલોના ડિસ્કાઉન્ટ પર 15 લાખ ટન ચણા ઉપાડવાની ઓફર કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આ કઠોળનો ઉપયોગ તેમની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમો (આઇસીડીપી) વગેરેમાં કરશે.

સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ
ભાવ સમર્થન યોજના હેઠળ સરકારે 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન ચણાની રેકોર્ડ ખરીદી કરી છે. તેના કારણે પીએસએસ અને પીએસએફ હેઠળ સરકાર પાસે 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ છે.આગામી રવી સિઝનમાં પણ ચણાનું ઉત્પાદન "સારું" રહેવાની ધારણા છે. વર્ષ 2022-23 દરમિયાન ચણાના લઘુતમ ટેકાના ભાવમાં વધારા સાથે ઊંચા ઉત્પાદનથી વધારાની ખરીદી થવાની ધારણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ