બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Business will be pushed back to recession: Narendra Somani, industry protests night curfew

ઓમિક્રોન' ગ્રહણ / 'માંડ બેઠો થયેલો ધંધો ફરીથી મંદી તરફ ધકેલાશે':નરેન્દ્ર સોમાણી, ઉદ્યોગ દ્વારા રાત્રિ કર્ફ્યૂનો વિરોધ

Mehul

Last Updated: 06:41 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રીના 11 થી 5 સુધી લાદવામાં આવેલા કર્ફ્યુના કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને નુકસાન થશે. રાજ્ય સરકારે હાલ તો એક સપ્તાહ પુરતી જ ગાઈડ લાઈન જારી કરી છે. આ નિયંત્રણનો વિરોધ

  • હોટેલ,રેસ્ટોરન્ટ એસોશીએશન લાલઘૂમ 
  • રાત્રી કરફ્યુનો એસો.કરી રહ્યું છે વિરોધ 
  • ધંધા,રોજગારને નુકસાન,ગ્રાહકો ઘટશે 

ગુજરાતમાં આજે રાત્રીથી કર્ફ્યુની અમલવારી શરુ થશે. રાજ્યમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણ વધતા હવે રાજ્ય સરકારે હાલ તો એક સપ્તાહ પુરતી જ ગાઈડ લાઈન જારી કરી છે.જેમાં કેટલાક નિયંત્રણ પણ છે. આ પરિણામે,હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાત્રીના 11 થી 5 સુધી લાદવામાં આવેલા કર્ફ્યુના કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને નુકસાન થશે તેમ ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

 

18 મહિના બાદ હોટલ ઇન્ડસ્ટ્રીઝ માંડ બેઠી થઈ હતી. ત્યાં જ કોરોના-ઓમિક્રોન વધતા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુંની મુદ્દત રાત્રીના 1 ને બદલે 11 કરી, બે કલાક ઘટાડી નાખી છે . આ નિર્ણયનો હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.સોમાણીનું કહેવું છે કે, રાત્રિ કર્ફયૂથી ગ્રાહકોની સંખ્યા ઘટશે, હવે કોવિડ સાથે જીવતા શીખવું પડશે. સરકારે બધા પક્ષે વિચારી નિર્ણય કરવો જોઇએ. આ જ મુદ્દે આગામી સમયમાં સરકારને  હોટલ એસોસિએશન રજૂઆત પણ કરશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ