ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ચા-કોફી, ખાંડથી લઈને ફાર્મા આઇટમ્સ..., જુઓ કઈ-કઈ ચીજવસ્તુઓ પર લાગશે 0 ટકા ટેરિફ

બિઝનેસ / ચા-કોફી, ખાંડથી લઈને ફાર્મા આઇટમ્સ..., જુઓ કઈ-કઈ ચીજવસ્તુઓ પર લાગશે 0 ટકા ટેરિફ

Published By: Vidhata Gothi

Last Updated: 03:46 PM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે એ પ્રોડક્ટ્સ વિશે જાણકારી આપી કે જેના પર અમેરિકા ઝીરો ટકા ટેરિફ લગાવી રહ્યું છે.

ADVERTISEMENT

ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલનું ફ્રેમવર્ક જાહેર થયા પછી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ શનિવારે એ વસ્તુઓ વિશે વિગતવાર માહિતી આપી છે કે જેના પર અમેરિકાએ 0 ટેરિફ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકાને કોઈ પણ કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ પર છૂટ નથી આપી. તેમણે કહ્યું કે અમેરિકા ઘણી વસ્તુઓ પર ભારત માટે '0' ડ્યૂટી લગાવી રહ્યું છે, જેમાં જેમ્સ અને જ્વેલરી, કૃષિ ઉત્પાદનો, દવાઓ અને અન્ય વસ્તુઓ સામેલ છે.

0% ટેરિફવાળી વસ્તુઓ

જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ, નારિયેળ તેલ, વનસ્પતિ તેલ, કાજુ, ઘણા ફ્રૂટ્સ અને શાકભાજી, કેળા, કેરી, ખાંડ, પાઈનેપલ, મશરૂમ્સ, વનસ્પતિના મૂળ, કોકા અને કોકા પ્રોડક્ટ્સ, વિમાનના પાર્ટસ, મશીનરીના પાર્ટસ, ફાર્માસ્યુટિકલ્સ, કોઇન્સ પ્લેટિનમ, એસેન્શીયલ ઓઇલ, એલ્યુમિનિયમ પાર્ટસ, ઝીંક ઓક્સાઇડ, મિનરલ્સ અને કુદરતી ઉત્પાદનો, કુદરતી રબર, વગેરે.

કૃષિ અને ડેરી પર કોઈ છૂટ નહીં

ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે અમે અમેરિકાને ડેરીના કોઈ પણ પ્રોડક્ટ્સ પર છૂટ નથી આપી. સાથે જ કૃષિ ક્ષેત્રમાં કોઈ છૂટ આપવામાં આવી નથી, જેનાથી આપણા ખેડૂતોના હિતોને અસર થાય. તેમણે કહ્યું કે માંસ, ખાંડ, પોલ્ટ્રી, ડેરી, સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, ખાંડ, જુવાર, બાજરી, રાગી, ફળો, ગ્રીન ટી, કોકો, ચણા, એનિમલ સીડ્સ પ્રોડક્ટ્સ, બિન-આલ્કોહોલિક વસ્તુઓ, ઇથેનોલ અને તમાકુ સહિતની વસ્તુઓ પર કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

30 ટ્રિલિયન ડોલરનું માર્કેટ ખૂલ્યું

પીયુષ ગોયલે કહ્યું કે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ઓછા ટેરિફ પર ખૂલી ગયું છે. ખેડૂતો અને ડેરી ઉદ્યોગોને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ફ્રેમવર્ક કાલે મોડી રાત્રે ફાઇનલાઇઝ થયું. આજે દેશના ખૂણે-ખૂણે તેનું સ્વાગત થયું છે. આ જોઇન્ટ સ્ટેટમેન્ટ છે, દરેક ભારતીયને તક આપે છે. હવે અમેરિકા 50 ટકાથી ઘટાડીને 18 ટકા ટેરિફ કરી રહ્યું છે. આ પાડોશી દેશો કરતાં ઓછો ટેરિફ છે. આ ભારત માટે આવનારા દિવસોમાં વધુ લાભ આપશે. તેમણે કહ્યું કે આપણાં સ્પર્ધક દેશ જેમ કે ચીન પર 35, વિયેતનામ પર 20 અને ઇન્ડોનેશિયા પર 19 ટકા ટેરિફ છે.

vtv app promotion

આજનો દિવસ ઘણો ખાસ

પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આજે 2047 સુધી વિકસિત ભારત બનાવવાની ભારતની યાત્રામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને બંને દેશોના સંબંધો, રાજદ્વારી સંબંધો અને તેમના નેતાઓ વચ્ચે મિત્રતાને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ.

આ પણ વાંચો: અમેરિકામાં સસ્તો થશે ભારતીય માલ, કૃષિ અને ડેરી સેકટરમાં કોઈ સમાધાન નહીં, જારી થયું ટ્રેડ ડિલનું ફ્રેમવર્ક

આનો હેતુ ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે વાર્ષિક 500 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર હાંસલ કરવાનો હતો. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. દેશના દરેક સેકટરમાં ભવિષ્યને લઈને ઘણો ઉત્સાહ છે. એવું લાગે છે કે આગામી દિવસોમાં નવી તકો ખુલશે, અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, લગભગ 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાવાળા સંયુક્ત રાજ્ય અમેરિકા, હવે આપણા નિકાસકારો માટે સૌથી પસંદગીના રાત્રનો દરજ્જો આપશે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US India Economic Partnership US India Interim Trade Deal US India Trade Framework

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ