બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:59 PM, 16 June 2025
સરકારે દેશભરના એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી ચેતવણી જારી કરી છે. આ ચેતવણી ગુગલ પ્લે સ્ટોર પર વધતી જતી નકલી નાણાકીય એપ્સ અંગે છે. આ એપ્સ કદાચ પહેલી નજરે ઓરિજિનલ લાગે પણ આ બધી ફેક એપ્સ છે. અને તે યુઝર્સનો ડેટા ચોરી કરવા માટે ખાસ બનાવવામાં આવી છે. આ એપ્સનો ઉપયોગ યુઝરની પ્રાયવસી, ડેટા અને પૈસા માટે મોટો ખતરો બની શકે છે. અધિકારીઓએ ઘણીવાર આ નકલી નાણાકીય એપ્સને દુશ્મન વિદેશી સંસ્થાઓ સાથે જોડાયેલી હોવાનું શોધી કાઢ્યું છે.
ADVERTISEMENT
આ અંગે આ ચેતવણી ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના સત્તાવાર હેન્ડલ સાયબર દોસ્ત દ્વારા જારી કરવામાં આવી છે. તાજેતરમાં સાયબર દોસ્તે X પર એક પોસ્ટમાં આ છેતરપિંડી કરતી નાણાકીય એપ્લિકેશનોનું લિસ્ટ બહાર પાડ્યું છે. સાયબર દોસ્તના જણાવ્યા અનુસાર આ એપ્લિકેશનો ફક્ત યુઝર્સને છેતરતી નથી. પરંતુ તેમનો ડેટા, પૈસા અને પ્રાયવસી પણ જોખમમાં મૂકે છે. તમે પણ આ લિસ્ટ જોઈ લો અને એમાંથી જો તમારા મોબાઈલમાં તેમાંથી કોઈ એપ હોય તો તેને તાત્કાલિક દૂર કરો.
સાયબર દોસ્ત દ્વારા જારી કરાયેલ ફેક અને જોખમી એપ્સનું લિસ્ટ
ADVERTISEMENT
1/2
— CyberDost I4C (@Cyberdost) June 13, 2025
Think twice before you tap ‘Download’.
Some apps aren't just fake — they’re a threat to your data, money, and privacy.
Many of these have been traced to hostile foreign entities.
1. Check the app's authenticity
2. Stick to RBI-verified loan platforms... pic.twitter.com/scNVz6sZjn
ADVERTISEMENT
સાયબર દોસ્તે યુઝર્સ માટે એક માર્ગદર્શિકા પણ જારી કરી છે. તેઓ આ ટિપ્સનું કાળજીપૂર્વક પાલન કરવાની સલાહ આપે છે:
ADVERTISEMENT
વધુ વાંચો: માત્ર 2 જ દિવસ..., પછી બંધ થઇ જશે આ 1387 કરોડનો આ IPO, જે માર્કેટમાં મચાવશે ધમાલ

ADVERTISEMENT
સરકાર દ્વારા યુઝર્સ માટે જાહેર કરવામાં આવેલી આ ચેતવણી ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ફોન કોલ કરતી વખતે પોતાનું ઇન્ટરનેટ કનેક્શન ચાલુ રાખે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે આમ કરવાથી તમારો ફોન તમારી વાતચીત સાંભળી શકે છે. એક વીડિયોમાં અધિકારીએ એ પણ સમજાવ્યું છે કે વપરાશકર્તાઓ કઈ એપ્લિકેશનોને તેમના માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી છે તે કેવી રીતે ચકાસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.