બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI એ HDFC બેંકને ફટકાર્યો 91 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે કરવામાં આવી કાર્યવાહી

એક્શન / RBI એ HDFC બેંકને ફટકાર્યો 91 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે કરવામાં આવી કાર્યવાહી

Vidhata Gothi

Last Updated: 10:33 AM, 29 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Penalty on HDFC: RBIએ HDFC બેંક પર 91 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ અનેક નિયમનકારી અને વૈધાનિક નિયમોના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકાર્યો છે.

Penalty on HDFC: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક સામે મોટું એક્શન લીધું છે. કેન્દ્રીય બેંકે HDFC બેંકને 91 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ અનેક નિયમનકારી અને વૈધાનિક નિયમોના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકાર્યો છે. RBIએ જણાવ્યું કે Know Your Customer (KYC)થી લઈને Interest Rate on Advances (IRRA) અને Outsourcing Guidelines સુધીની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં ખામીઓ જોવા મળી છે.

મીડિયા અહેવાલો અનુસાર, RBIએ કહ્યું કે વ્યાજ દર માર્ગદર્શિકા, નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં જોખમ વ્યવસ્થાપન નિયમો અને KYCનું પાલન કરવામાં ચૂક બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. RBI દ્વારા બેંકને 18 નવેમ્બર 2025ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો અને 28 નવેમ્બર 2025ના રોજ ઈમેલ દ્વારા મળ્યો. બેંકે કહ્યું છે કે દંડથી તેની કોઈપણ ગ્રાહક સેવાઓ પર કોઈ અસર થશે નહીં.

vtv app promotion

શા માટે લગાવવામાં આવ્યો દંડ

RBI અનુસાર, બેંકની અંદર ઘણા કિસ્સાઓમાં KYC કમ્પ્લાયન્સનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું હતું, જે બેંકિંગ નિયમનકારી દ્રષ્ટિકોણથી એક ગંભીર બાબત છે. નિયમો પ્રમાણે, KYC જેવા સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ કાર્યોની અંતિમ જવાબદારી બેંકની જ હોય છે, પરંતુ HDFC બેંકે તેને બાહ્ય એજન્ટોને આઉટસોર્સ કરી દીધી હતી.

આ પણ વાંચો: સોનું ફરી થઈ ગયું મોંઘું, આજે કિંમતમાં આવ્યો આટલો વધારો, જાણો લેટેસ્ટ રેટ

આ કાર્યવાહી RBIના વાર્ષિક Statutory Inspection for Supervisory Evaluation પછી કરવામાં આવી. આ સિવાય RBIની તપાસમાં એ પણ સામે આવ્યું કે બેંકે કોઈ એક જ લોન કેટેગરીમાં અલગ-અલગ બેન્ચમાર્ક અપનાવ્યો, જે નિયમનકારી માર્ગદર્શિકાના ઉલ્લંઘનની કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ થયો કે વ્યાજ દર નક્કી કરવાની પ્રક્રિયામાં એકરૂપતા અને પારદર્શિતાનો અભાવ હતો.

શેરનું પ્રદર્શન

HDFC બેંકના શેર શુક્રવારે 0.28 ટકા ઘટાડા સાથે 1,006.70 રૂપિયા પર બંધ થયા. છેલ્લા એક વર્ષમાં બેંકના શેરમાં 12.28 ટકાની તેજી જોવા મળી છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HDFC Bank fine Penalty on HDFC RBI penalty
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ