ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ તો સોને પે સુહાગા! ગોલ્ડ તો સસ્તું થયું, સાથે ચાંદીની પણ ચમક ફિક્કી પડી, જાણો આજના રેટ

બિઝનેસ / આ તો સોને પે સુહાગા! ગોલ્ડ તો સસ્તું થયું, સાથે ચાંદીની પણ ચમક ફિક્કી પડી, જાણો આજના રેટ

Published By: Priykant Shrimali

Last Updated: 10:04 AM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price : દૈનિક ધોરણે નક્કી થતા સોના અને ચાંદીના ભાવ માટે ઘણા પરિબળો જવાબદાર, જાણો આજે કેટલો છે સોના-ચાંદીનો ભાવ ?

ADVERTISEMENT

Gold Silver Price : સોના-ચાંદીનાં ભાવને લઇ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે બુધવાર, 16 જુલાઈ, 2025ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે યોગ્ય તક હોઈ શકે છે.

આજે 24 કેરેટ સોનું 99,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે જે એક દિવસ પહેલા એટલે કે 15 જુલાઈના રોજ 99,890 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું. આજે 22 કેરેટ સોનું 91,440 રૂપિયાના ભાવે અને 18 કેરેટ સોનું 74,820 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જો આપણે ચાંદીની વાત કરીએ તો તે 1,14,900 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

જાણો મહાનગરોમાં સોનાનો ભાવ ?

આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 99,910 રૂપિયા, 22 કેરેટ સોનું 91,590 રૂપિયા અને 18 કેરેટ સોનું 74,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુમાં શરૂઆતના કારોબાર દરમિયાન 24 કેરેટ સોનું 99,760 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુમાં 22 કેરેટ સોનું 91,440 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુના બુલિયન માર્કેટમાં 18 કેરેટ સોનું 74,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

શું તમે જાણો છો કરી રીતે નક્કી થાય છે સોના-ચાંદીનાં ભાવ ?

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. વિનિમય દર ઉપરાંત ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટી, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલની પણ સીધી અસર સોનાના ભાવ પર પડે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની સ્થિતિ હોય તો રોકાણકારો બજારથી દૂર રહેવાનું અને સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણોમાં પોતાના પૈસા રોકવાનું વધુ સારું માને છે.

આ સાથે ભારતમાં સોનાનું સામાજિક-આર્થિક મહત્વ ખૂબ જ છે. અહીં કોઈપણ લગ્ન કે તહેવારમાં સોનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનાની હાજરી પણ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.

આ પણ વાંચો : ઓગસ્ટમાં ફરી હોમ લોન સસ્તી થશે! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold prices gold price today silver prices

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ