ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો, US માર્કેટની અસર ભારતીય બજાર પર

Gold Silver Price / સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો, US માર્કેટની અસર ભારતીય બજાર પર

Published By: Priyankka Triveddi

Last Updated: 10:12 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Crash: ઇન્ટરનેશલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેની અસર ભારતીય માર્કેટ પર પણ જોવા મળી છે . આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ADVERTISEMENT

Gold-Silver Crash: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો ફરી એકવાર જોવા મળ્યો છે. ગુરુવારે મોડી રાતે મલ્ટી કોમોડિટી માર્કેટ MCX પર સોનાઆ ભાવમાં લગભગ 6500 રૂપિયા અને ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં 26000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

એક બાજુ ઇન્ટરનેશલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે.

gold-0n-04-11-25

ઇન્ટરનેશલ લેવલ પર સોના અને ચાંદી

12 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમેરિકા COMEX/Spot માં સોનાના ભાવમાં લગભગ 2.3-2.8 % જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં આનાથી પણ વધારે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં લગભગ 8.8% સુધીનો ઘટાડો નોંધાયો છે.

gold-in-ahmedabad

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

કેમ આવ્યો ઘટાડો?

મજબૂત અમેરિકા રોજગાર ડેટા અને વ્યાજદરોમાં કપાતની આશા ઓછી થઈ જવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે પછી રોકાણકારોએ ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી વેચવાલી કરી હતી. જેની સીધી અસર ભારતના માર્કેટ પર પણ જોવા મળી હતી.

Gold-and-Silver-Latest-Rate

અમુક એક્સપર્ટનું માનવું છે કે સોના અને ચાંદીના ભાવ હજુ પણ વધારે છે. એવામાં સી સમય પર ઘટાડો થતો રહેશે. જો કે લોંગટર્મમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોઈ શકાય છે. એક્સપર્ટનું કહેવું છે કે હાલ આ ઘટાડાના પગેલ સોના અને ચાંદીમાં રોકાણ એ સાચું પગલું હોય શકે છે.

ગુરુવારે MCX પર બંધ થયેલા એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 6455 રૂપિયા ઘટીને 152300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને માર્ચ વાયદાની ચાંદીની કિંમતમાં 25882 રૂપિયાનો ઘટાડો થઈને તે 237136 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી એક્સપ્રેસ વે પર ઘટશે ટોલ ફી?

Vtv App Promotion

રેકોર્ડ હાઈ ભાવથી આટલું સસ્તું

29 જાન્યુઆરીના રોજ MCX પર ચાંદીની કિમત 4.20 લાખ રૂપિયા હતી જે હવે 2.37 લાખ પર આવી ગઈ છે જેનો અર્થ છે કે ચાંદી હાલ 1.83 લાખ રૂપિયા સસ્તી છે. તો બીજી તરફ સોનાના ભાવની વટ કરી તો રેકોર્ડ હાઇ લેવલ પર તેનો બહવ 1.93 લાખ રૂપપીય હતો તેમ 41000 રૂપિયા જેટલો ઘટાડો થયો છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Latets Silver Price Gold Silver Price Today Gold-Silver Crash

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ