બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 1 September 2025
ભારતીય શેરબજાર છેલ્લા ઘણા દિવસોથી વૈશ્વિક તણાવને કારણે ઉથલપાથલની સ્થિતિમાં છે. અનેક મોટી કંપનીઓના શેર ઘટ્યા છે, પરંતુ કેટલીક એવી કંપનીઓ પણ છે જેઓએ પોતાના રોકાણકારોને છેલ્લા પાંચ વર્ષમાં અદ્ભુત નફો આપ્યો છે. આ કંપનીઓએ રોકાણકારોના ખિસ્સા ભર્યા છે અને 88 હજાર ટકા સુધીનું રિટર્ન આપીને બજારમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હુઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની છે. કંપની મુખ્યત્વે રસ્તાઓ અને હાઇવેના નિર્માણમાં કામ કરે છે. હાલ કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹930 કરોડ છે. પાંચ વર્ષ પહેલાં તેના શેરની કિંમત માત્ર ₹0.10 હતી, જે આજે 42,050%ના જબરદસ્ત વધારા સાથે ₹42.15 પર પહોંચી ગઈ છે. આ અદ્દભુત વૃદ્ધિને કારણે કંપનીને તેના ક્ષેત્રની સૌથી નફાકારક કંપનીઓમાં ગણવામાં આવે છે.

ADVERTISEMENT
એલીકોન ઇન્ટરનેશનલ લિમિટેડ (EIL) એ FMCG ક્ષેત્રની કંપની છે. શરૂઆતમાં તે તમાકુના વ્યવસાયથી જોડાયેલી હતી, પરંતુ ધીમે ધીમે તેણે પોતાની પ્રોડક્ટ રેન્જમાં નમકીન અને રસોઈ તેલ જેવા ઉત્પાદનોનો સમાવેશ કર્યો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ₹52,422 કરોડ છે અને એક શેરની કિંમત ₹327.95 છે. પાંચ વર્ષ પહેલાં આ સ્ટોક માત્ર ₹1.34નો હતો. એટલે કે રોકાણકારોને આ દરમિયાન લગભગ 25,000% જેટલું અદ્દભુત રિટર્ન મળ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સપ્ટેમ્બરના પહેલા જ દિવસે ખુશખબર: નરમ પડ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો નવા રેટ
ADVERTISEMENT
શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક લિમિટેડ, જેની સ્થાપના વર્ષ 1994માં થઈ હતી, એક જાણીતી મીડિયા કંપની છે. હાલમાં તેનું માર્કેટ કેપ ₹2,770 કરોડ છે. પાંચ વર્ષ પહેલાં કંપનીનો સ્ટોક ₹1.25 હતો, જે આજે 87,184%ના વિશાળ વધારા સાથે ₹1,091.05 સુધી પહોંચી ગયો છે. આ કંપનીએ રોકાણકારોને સૌથી મોટું વળતર આપી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.