બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bumrah is going to return before the Asia Cup, this series will be played under the captaincy of Hardik!

ક્રિકેટ / એશિયા કપ પહેલા વાપસી કરવા જઈ રહ્યો છે બુમરાહ, હાર્દિકની કેપ્ટનશીપમાં રમશે આ સિરીઝ!

Megha

Last Updated: 04:14 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુમરાહ તેની પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર છે પણ હવે આ બોલર લગભગ ફિટ છે અને ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે.

  • ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર છે
  • હવે આ બોલર લગભગ ફિટ છે અને ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવા તૈયાર 
  • તેના વિના ટીમ ઈન્ડિયાને ઘણી મોટી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર છે. જણાવી દઈએ કે બુમરાહ તેની પીઠની ઈજાને કારણે બોલિંગ કરી શકતો નથી અને તેની રિકવરીની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી. પણ હવે આ બોલર લગભગ ફિટ છે અને ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા એવું જાણવા મળ્યું હતું કે બુમરાહ શ્રીલંકામાં રમાનાર એશિયા કપથી ટીમ સાથે જોડાશે પણ હવે એવા સમાચાર છે કે હવે આ ફાસ્ટ બોલર પહેલાથી જ ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

બુમરાહ ટીમમાં વાપસી કરશે
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 સીરીઝમાં આયર્લેન્ડનો સામનો કરવા જઈ રહી છે. જો કે આ સીરીઝ T20 ફોર્મેટની હશે પણ મીડિયા રિપોર્ટ્સમાંથી એ જ સમાચાર સામે આવ્યા છે કે બુમરાહ એશિયા કપ પહેલા લયમાં આવવા માટે આ સીરિઝમાં પુનરાગમન કરતો જોવા મળશે. આ સીરિઝ ઓગસ્ટના અંતમાં રમાશે. આવી સ્થિતિમાં બુમરાહ લગભગ એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા મળશે. 

હાલ ટીમ ઈન્ડિયાને ઘણી મોટી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022 T20 વર્લ્ડ કપમાં પણ હારી હતી અને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં હારી ગઈ ત્યારે બધાને જસપ્રીત બુમરાહ યાદ આવી ગયો. પરંતુ સારા સમાચાર એ છે કે વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ પહેલા રમવાની આશા છે. 

એશિયા કપ પછી તરત જ વર્લ્ડ કપ યોજાશે.
આ એશિયા કપ ટીમ ઈન્ડિયા અને અન્ય ટીમો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. કારણ કે આ વખતે 50 ઓવરની મેચ હશે આ પછી ઓક્ટોબરથી નવેમ્બર સુધી રમાશે. ખાસ કરીને એશિયાની તમામ ટીમો માટે આ 50 ઓવરના વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરવાની તક હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ