નવ ગ્રહ સમય-સમય પર પોતાની રાશિ બદલે છે. બુદ્ધિ અને વ્યાપારના કારક ગ્રહ બુધ જલ્દી જ રાશિ પરિવર્તન કરવાનો છે. બુધના રાશિ પરિવર્તનથી કઈ રાશિના લોકોને ફાયદો થશે આવો જાણીએ.
બુધ કરશે મેષ રાશિમાં પ્રવેશ
આ રાશિના લોકોને મશે સારો ફાયદો
ચમકી ઉઠશે આ રાશિના લોકોની કિસ્મત
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એક નિશ્ચિત અંતર પર દરેક ગ્રહ રાશિ બદલતા રહે છે. જેની અસર દરેક રાશિઓ પર પડે છે. સૂર્ય જ્યાં એક મહિનામાં રાશિ બદલે છે ત્યાં જ શનિ લગભગ અઠી વર્ષો સુધી એક જ રાશિમાં રહે છે.
આ પ્રકારે દરેક નવ ગ્રહ સમય સમય પર પોતાની રાશિ બદલે છે. હવે બુદ્ધિ અને વ્યાપારના કારક ગ્રહ બુધ જલ્દી જ રાશિ પરિવર્તન કરશે. બુધ કોઈ એક રાશિમાં 28 દિવસ સુધી રહે છે અને પછી ત્યાર બાદ બીજી રાશિમાં આવે છે.
બુધ કરશે રાશિ પરિવર્તન
જ્યારે જ્યારે બુધનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે વ્યાપાર જગતમાં હલચલ જોવા મળે છે. બુધ મંગળ ગ્રહની રાશિ મેષમાં પ્રવેશ કરવાનો છે. આવો જાણીએ બુધના રાશિ પરિવર્તવનથી કઈ રાશિને ફાયદો મળવાનો છે.
બુધનું રાશિ પરિવર્તન ક્યારે?
દરેક ગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમારનો દરજ્જો મળ્યો છે. બુધ વ્યાપાર, વાણી, ગણિત અને તર્કશાસ્ત્રનો કારક ગ્રહ માનવામાં આવે છે. 31 માર્ચ 2023એ બુધ બપોરે 2.44 મિનિટ પર મેષ રાશિમાં પ્રવેશ કરવાનો છે. બુધ આ રાશિમાં 7 જૂન સુધી રહેશે પછી શુક્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરશે.
આ રાશિઓને મળશે લાભ
મેષ
તમારી રાશિમાં બુધનું ગોચર કુંડળીના પહેલા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ રીતે તમને ભાગ્યનો સારો સાથ મળશે. જે લોકો કોઈ વ્યાપારમાં તેમના માટે આવનાર સમય ખૂબ જ નફો આપનાર સાબિત થઈ શકે છે.
જે લોકો નોકરીયાત છે તેમના માટે સારો પ્રસ્તાવ તમને મળી શકે છે. તમને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કરેલા ધનના રોકાણથી સારૂ રિટર્ન મળવાનું છે.
મિથુન
તમારી રાશિમાં મિથુનનું ગોચર અગિયારમાં ભાવમાં થવા જઈ રહ્યું છે. કુંડળીનો 11મો ભાવ સુખ-સુવિધા અને ધન લાભનો માનવામાં આવે છે. એવામાં તમને કોઈ કામના થવા પર ખૂબ મોટો ફાયદો મળવાનો સંકેત છે.
તમારી આર્થિર સ્થિતિમાં મજબૂતી જોવા મળશે. પરિવારમાં સુખ અને શાંતિ થશે. વ્યાપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી ઘણી યોજના હવેથી સફળ થશે. નોકરીયાતને સારા પ્રસ્તાન મળી શકે છે.
કર્ક
બુધનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે કોઈ વરદાનથી કમ નથી. તમારા માટે બુધનું મેષ રાશિમાં ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે.
અચાનકથી ક્યાંકથી તમને ધનની પ્રાપ્તિ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સારૂ પરિવર્તન જોવા મળશે. જે લોકો બિઝનેસ સાથે સંબંધ રાખે છે તેમના માટે સારો અવસર મળશે. કામકાજમાં કુઈક નવું કરવાની તક મળશે.
સિંહ
તમારી રાશિમાં સિંહનું ગોચર 9માં સ્થાન પર હશે. કુંડળીના નવમાં સ્થાન ધર્મ અને યાત્રાથી સંબંધિત હોય છે. એવામાં તમને બિઝનેસ સાથે સંબંધિત બીજી યાત્રા કરવા મળશે. જેમાં તમારી કોઈ સારી ડિલ થઈ શકે છે. પરિવારમાં ઘરમાંથી સદસ્યોનો સારો સાથ મળશે.
મીન
આ રાશિના લોકો માટે બુધનું પરિવર્તન ખૂબ જ સારૂ રહેશે. તમને પોતાની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં નફો મળવાના સંકેત છે. જે લોકો કોઈ નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આવનાર સમય ખૂબ જ શુભ સાબિત થશે.