બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Budget 2024: Nirmala sitharaman can give relief to government employees in FY2024

Budget 2024 / બજેટ 2024 - સેલેરી વધવાનું સપનું થશે પૂર્ણ! આ વખતે બજેટમાં ત્રણ મોટા એલાન કરી શકે છે કેન્દ્ર સરકાર

Vaidehi

Last Updated: 02:13 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનું બજેટ 3 દિવસમાં રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનાં 2024નાં બજેટથી સરકારી કર્મચારીઓ ઘણી આશાઓ રાખીને બેઠાં છે. ચૂંટણીને થોડા જ મહિના બચ્યાં છે, તેવામાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટું એલાન કરી શકે છે.

  • બજેટ 2024માં નાણામંત્રી કરી શકે છે મોટા એલાન
  • ચૂંટણીનાં વર્ષમાં સરકારી કર્મચારીઓને મળી શકે છે ખુશખબર
  • કર્મચારીઓની ત્રણ મોટી માંગ પર સરકાર ધ્યાન આપી શકે છે

ભારતનું બજેટ 2024 હવે 3 દિવસમાં રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024માં આ વર્ષનું છેલ્લું બજેટ રજૂ કરશે. તમામ સરકારી કર્મચારીઓ આ બજેટથી ઘણી આશાઓ રાખીને બેઠાં છે કારણકે ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે. શક્ય છે કે સરકાર, કર્મચારીઓને સારા સમાચાર આપી શકે...તેવામાં સરકારી કર્મચારીઓને આશા છે કે સરકાર તેમની સેલેરીને લઈને તેમની માંગોનો સ્વીકાર કરશે.

શું નાણામંત્રી આ 3 એલાન કરશે?
1 ફેબ્રુઆરીનાં રોજ નાણામંત્રી કેટલાક મોટા નિર્ણય કરી શકે છે. શક્ય છે કે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરી વધારવાની મોટી ઘોષણા પણ તેઓ કરી શકે. સરકારી કર્મચારીઓ ઘણાં લાંબા સમયથી સેલેરી રિવાઈઝ કરવાની માંગ કરી રહ્યાં છે. આ મામલામાં સરકારી કર્મચારીઓની એસોસિએશનની સાથે પણ અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. જો સરકાર બજેટમાં ફિટમેંટ ફેક્ટર વધારવાનું નક્કી કરશે તો કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલેરી 18000 રૂપિયાથી વધીને 26000 રૂપિયા થઈ જશે.

8માં પગારને લઈને એલાન
યૂનિયન બજેટ 2024માં 8માં પગાર કમિશનને લઈને પણ સરકાર એલાન કરી શકે છે.  નાના પદો પર કામ કરી રહેલા સરકારી કર્મચારીઓની સેલેરી પણ વધી જશે. જો કે સરકાર પહેલા જ કહી ચૂકી છે કે તે આઠમું પગાર આયોગ લાવવા પર હાલમાં વિચાર નથી કરી રહી. પણ આ ચૂંટણીનું વર્ષ છે તો સરકાર કર્મચારીઓને ખુશખબર આપી શકે છે.

વધુ વાંચો: ચૂંટણી પહેલા બજેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર? જાણો તમને શું થશે ફાયદો

18 મહિનાનાં  DA એરિયર
કેન્દ્ર સરકાર એકવર્ષમાં 2 વખત જાન્યુઆરી અને જૂલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓનાં DAમાં વધારો કરે છે. પણ કોવિડનાં સમયમાં સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી કોઈ મોંઘવારી ભથ્થું નહોતું ફાળવ્યું. આ બાદ સરકારે 1 જૂલાઈ 2021નાં મોંઘવારી ભથ્થામાં સીધો 11%નો વધારો કર્યો હતો. આ પહેલા ત્રણ વખત ન વધારવામાં આવેલા DA પર કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. જો કે એ સમયે મોંઘવારી ભથ્થું 17% હતું જેને 11 % વધારીને 28% કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓને આશા છે સરકાર આ 18 મહિનાનાં DA એરિયરની ફાળવણી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2024 Government Employees Nirmala Sitharaman બજેટ 2024 સરકારી કર્મચારીઓ Budget 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ