બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:58 PM, 29 January 2024
ADVERTISEMENT
સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટારગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 22થી 25 લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ સંસ્થાગત લોનનાં પાત્ર ખેડૂતોની પહોંચને પણ સરકાર સુનિશ્ચિત કરશે. હાલનાં નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટારગેટ 20 લાખ કરોડ રૂપિયા છે. દરવર્ષે બજેટથી પહેલાં ખેડૂતોને સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે. સબસીડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહિત કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાથી રાહ જોતાં હોય છે. છેલ્લાં થોડા વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે. તેવામાં આવનારા બજેટમાં સરકાર એગ્રી લોન ટારગેટ વધારી શકે છે.
શું છે સરકારની યોજના?
હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાનો માટે 3 લાખ રૂપિયા સુધીનાં શોર્ટ ટર્મ લોન પર 2%ની છૂટ આપે છે. એટલે કે ખેડૂતોએ 7% વાર્ષિક દર પર 3 લાખ રૂપિયાની લોન મળી રહી છે. સમય પર ચૂકવણી કરનારા ખેડૂતોને 3%ની વધારાની વાર્ષિક છૂટ પણ મળે છે. ખેડૂતો લોન્ગ ટર્મ લોન પણ લઈ શકે છે પણ તેના વ્યાજદરો એ અનુસાર નક્કી થાય છે.
ADVERTISEMENT
FY24માં હજુ સુધી 82%નો ટારગેટ પૂરો કર્યો છે
કૃષિ લોન વહેચણીનો લક્ષ્ય આવનારા બજેટમાં વધી શકે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ કૃષિ ઋણ વિતરણ 21.55 લાખ કરોડ રૂપિયાનું હતું . હાલનાં નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધી 20 લાખ કરોડ રૂપિાનાં કૃષિ-ઋણ લક્ષ્યનો લગભગ 82% ટારગેટ સરકારે હાસિલ કરી લીધો છે. આ દરમિયાન પ્રાઈવેટ અને પબ્લિક બંને સેક્ટરનાં બેંકોએ આશરે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.ૉ
વધુ વાંચો: થોડા વર્ષની બચત અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ, આ યોજનામાં કરો સેવિંગ્સ
7.34 કરોડ ખેડૂતોને KCCનો ફાયદો
કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી 7.34 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી છે. 31 માર્ચ 2023 સુધી આશરે 8.85 લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષ 2024-25માં સરકાર આ લોનનો ટારગેટ વધારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.