ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / bsnl ends unlimited calling from these prepaid plans now users call only 250 minutes a day
ADVERTISEMENT
ભારત સંચાર નિગમ લિમિટેડ છેલ્લા ઘણા મહિનાથી ખાનગી કંપનીઓની સરખામણી માટે ઘણા પ્લાન જારી કર્યા છે. આ ઉપરાંત BSNL એ પોતાના ગ્રાહકોને અમેઝન પ્રાઇમ સેવા પણ આપી છે. તો હવે BSNL એક એવો નિર્ણય લીધો છે જે કંપનીના ઘણા ગ્રાહકોને પસંદ આવશે નહીં.
ADVERTISEMENT

ટેલીકોમટોક પર છપાયેલા રિપોર્ટ પ્રમાણે BSNL એ અનલિમિટેડ કોલિંગ ખતમ કરી દીધી છે. BSNL ના આ નિર્ણય બાદ કંપનીના ગ્રાહક હવે 250 મીનિટ સુધી જ કોલ કરી શકશે. ત્યારબાદ કોલિંગ કરવા પર ફી ચુકવવી પડશે. જો કે આ નિયમ માત્ર પસંદગીની યોજનાઓ પર લાગુ થશે.
ADVERTISEMENT

BSNL ના આ પાંચ પ્રી પેડ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ કોલિંગ
બીએસએનએલના જે પ્લાન સાથે અનલિમિટેડ કોલિંગને ખતમ કરી છે તેમાં 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 અને 1,699 રુપિયાની પ્રી પેડ યોજનાઓ સામેલ છે. નવા નિયમો અનુસાર આ યોજનાઓના ગ્રાહકો એક દિવસમાં 250 મિનિટથી વધુ કોલ કરી શકશે નહીં. આ કોલિંગમાં સ્થાનિક, એસટીડી અને રોમિંગનો સમાવેશ થાય છે. 250 મિનિટ સમાપ્ત થયા પછી ગ્રાહકો પાસેથી 1 સેકન્ડ પ્રતિ સેકંડ ચાર્જ વસૂલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો