બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / british king charles iii and queen camilla pelted with eggs by protester in york

હુમલો / VIDEO: 'ગુલામોના લોહીથી બન્યું છે ઈંગ્લેન્ડ...' કિંગ ચાર્લ્સ પર ફેંકાવામાં આવ્યા ઈંડા, વીડિયો થયો વાયરલ

MayurN

Last Updated: 12:52 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા યોર્ક પહોંચ્યા, ત્યારે એક વિરોધકર્તાએ તેમના પર ઇંડા ફેંકવાનું શરૂ કર્યું.

  • બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા પર ઈંડાથી હુમલો
  • 73 વર્ષીય બ્રિટિશ રાજાએ તેની અવગણના કરી
  • હુમલાવર સ્થાનિક ચૂંટણીમાં ગ્રીન પાર્ટીના ઉમેદવાર

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાનું બુધવારે યોર્કમાં ઈંડાથી 'સ્વાગત' કરવામાં આવ્યું હતું. જ્યારે ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા સત્તાવાર પ્રવાસ પર યોર્ક પહોંચ્યા, ત્યારે એક વિરોધકર્તાએ તેમના પર ઇંડા ફેંકવાનું શરૂ કર્યું, જેમાંથી તેઓ સદભાગ્યે બચી ગયા. જો કે, 73 વર્ષીય બ્રિટિશ રાજાએ તેની અવગણના કરી અને લોકોને અભિવાદન કરવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન ઈંડા તેમની તરફ આવતા રહ્યા, જેમાં એક તેમના પગ પાસે જ પડી ગયો. તેણે અટકીને તેની તરફ જોયું અને પછી આગળ ચાલવા લાગ્યા.

 

આ પહેલા પણ વ્યક્તિની ધરપકડ થઇ ચુકી છે
બ્રિટિશ મીડિયા અનુસાર, વિરોધ કરનાર એક્સ્ટેંશન રિબેલિયન એક્ટિવિસ્ટ અને ગ્રીન પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર પેટ્રિક થેલવેલ હતા. તે બૂમો પાડતો સંભળાયો, 'આ દેશ ગુલામોના લોહી પર બન્યો છે.' થેલ્વેલ, 23, તેના ડાબેરી રાજકારણ માટે જાણીતું છે અને તેને ઓછામાં ઓછી પાંચ વખત જળવાયું(કલાઇમેટ ચેન્જ) આંદોલન માટે ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2020 માં, તેને એક્સ્ટેન્શન રીબેલીયન માટે લંડન બ્રિજને બ્લોક કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભીડે કહ્યું - તને શરમ આવવી જોઈએ!
મિકલેગેટ બાર પરની ભીડ થેલવેલ સામે બૂમો પાડી રહી હતી. 'તને શરમ આવવી જોઈએ', 'ભગવાન રાજાને બચાવો' જેવા ભીડમાંથી અવાજો આવી રહ્યા હતા. તે વ્યક્તિને જમીન પર દબોચ્યા બાદ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જેને પાછળથી હાથકડી પહેરાવી લઈ જવામાં આવ્યો હતો. વિરોધકર્તાની ધરપકડ થયા પછી રાજા ચાર્લ્સની મુલાકાત સરળ રીતે ચાલુ રહી. કિંગ ચાર્લ્સ અને કેમિલા યોર્ક મિન્સ્ટર કેથેડ્રલ ખાતે સ્વર્ગસ્થ એલિઝાબેથ II ની પ્રતિમાનું અનાવરણ કરવાના હતા.

'નવા રાજાને સામે નમીશું નહીં'
થેલવેલ યોર્કમાં હલ રોડ વોર્ડ માટે 2019ની સ્થાનિક ચૂંટણીમાં ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા હતા. તેણે અગાઉ એક ટ્વીટમાં કહ્યું હતું કે જ્યારે રાણીનું અવસાન થશે ત્યારે તે "નવા ખોટા રાજાને નમશે નહીં". યોર્કની તાજેતરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચાર્લ્સ પર કુલ ચાર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. નોર્થ યોર્કશાયર પોલીસે પુષ્ટિ કરી છે કે 'જાહેર વ્યવસ્થાના ભંગની શંકાના આધારે' 23 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ