બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Britains 5 year old Bella Jay Dark became the worlds youngest writer

મોટી સફળતા / આને કે'વાય પરાક્રમ: ભલભલા લેખકો જોતા રહી ગયા, 5 વર્ષની બાળકીએ લખી નાખ્યું પુસ્તક, જાણો શું નામ આપ્યું

Ronak

Last Updated: 04:12 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં રહેતી 5 વર્ષની બાળકી બેલા જય ડાર્કે નાની ઉંમરે મોટી સફળતા હાંસલ કરી છે. જેમા તેણે એક પુસ્તક લખ્યું છે જેથી તે વિશ્વની સૌથી નાની લેખક બની છે.

  • 5 વર્ષની બાળકીએ લખ્યું પુસ્તક
  • ગીનીઝ બુકમાં પણ નામ આવે તેવી શક્યતા 
  • માતા પિતા પણ પુસ્તક જોઈને હેરાન 

સફળતાની કોઈ ઉંમર નથી હોતી આ વાક્ય તો તમે સાંભળ્યુંજ હશે. ત્યારે આજે અમે તમને એક એવી બાળકી વીશે માહિતી આપવા જઈ રહ્યા છે જેણે માત્ર 5 વર્ષની ઉંમરમાંજ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમે વાત કરી રહ્યા છે બ્રિટનમાં રહેતી બેલા જય ડાર્ક વીશે કે જેણે માત્ર 5 વર્ષ ઉંમરમાંજ એક પુસ્તક લખ્યું છે. 

માતા પિતા પણ હેરાન 

જ્યારે તેણે તેના માતા પિતાને પુસ્તક વીશે માહિતી આપી ત્યારે તેમણે પણ બાળકીની વાતને ગંભીરતાથી નહોતી લીધી. પરંતુ જ્યારે તેમણે તેમની બાળકીનું પુસ્તક અને તેની અંદરના ચિત્રો જોયા ત્યારે તેઓ હેરાન રહી ગયા હતા. પુસ્તકમાં બાળકોની સ્ટોરી છે જેમાથી ઘણી બધી શીખ પણ આપણાને મળે છે. 

પુસ્તકનું નામ ધ લોસ્ટ કેટ 

બાળકીના માતા પિતા પણ તેમની બાળકીએ લખેલા પુસ્તકને જોઈને હેરાન રહી ગયા છે. બાળકીએ અંદર જે વાર્તા જે લખી હતી તે બિલાડીની હતી. પુસ્તકનું નામ પણ તેણે ઘ લોસ્ટ કેટ રાખ્યું હતું. આ પુસ્તકને Ginger fyre press દ્નારા પ્રકાશીત કરવામાં આવી છે. બાળકીએ જે પુસ્તક લખી તે પણ એક બિલાડીની પર છે ખોવાઈ જાય છે. 

પુસ્તક મેળામાં બુક પબ્લીશ કરવાનું નક્કી કર્યું 

એવું જાણવા મળ્યું છે કે પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે બિલાડીએ ક્યારેય તેની માતાને કહ્યા વગર બહાર નહોતું જવા જેવું બાળકીની માતાનું કહેવું છે કે તેઓ એક પુસ્તક મેળામાં ગયા હતા ત્યારે તેમણે આ બુકને પબ્લીશ કરવાનું નક્કી કર્યું હતું. 

માતાપિતા ઘણાજ ખુશ 

ઉલ્લેખનીય છે કે બેલાની પુસ્તકમાં બધાજ ચિત્રો પણ તેણેજ બનાવ્યા છે. માતાપિતા ઘણા ખુશ છે કે તેમની બાળકીની પુસ્તક હાલ લોન્ચ થઈ ગઈ છે. જોકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં બાળકીને ત્યારેજ સ્થાન મળશે જ્યારે તેના પુસ્તકની 1 હજાર કોપી વેચાશે. જો વેચાઈ તો તેને વિશ્વની સૌથી નાની લેખિકા ગણવામાં આવશે. અત્યાર સુધીમાં આ રેકોર્ડ બ્રિટનમાંજ એક બાળકે તોડ્યો છે જેણે 7 વર્ષની ઉંમરે પુસ્તક લખ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ