બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / boy loses hearing due to prolonged uses of earphone

અનોખો કેસ / ઈયરફોન શેર કરીને વાપરો છો? તો ચેતી જજો યુવક થઈ ગયો બહેરો, આટલા કલાકથી વધારે હેડફોન વાપરવા ખતરનાક

Bijal Vyas

Last Updated: 12:57 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 વર્ષનો છોકરો લાંબા સમય સુધી ઈયરફોન પહેરવાને કારણે બહેરાશનો શિકાર બન્યો .છોકરાને કાનમાં ઈન્ફેક્શન હતું અને તેણે સાંભળવાની શક્તિ ગુમાવી દીધી હતી.

  • મુસાફરી દરમિયાન પણ કલાકો સુધી લોકો ઇયરફોન પહેરી રાખે છે
  • ઇયરફોન મગજ અને કાન બંનેને ખરાબ રીતે અસર કરે છે
  • ઈયરફોન શેર કરવાને કારણે છોકરાની હાલત ખરાબ થઈ

Boy Loses Hearing Due To Prolonged Uses Of Earphone:ટેકનોલોજીએ આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે. આ ટેક્નોલોજી છે જે તમારા કામને સરળ બનાવે છે. જો કે, યુવાનો આ ટેક્નોલોજીની આદતનો શિકાર બની ગયા છે. અહીં વાત કરી રહ્યા છીએ ઈયરફોનની…આ ગેજેટનો ઉપયોગ એટલો વધી ગયો છે કે સૂતી વખતે, ખાવા-પીતી વખતે દરેક વ્યક્તિમાં તેની સાથે જ દેખાય છે. મેટ્રોમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો તેને કાનમાં પહેરીને કલાકો સુધી મુસાફરી કરે છે. મેટ્રોમાં જોશો તો બે-ચાર લોકો સિવાય તમને દરેક વ્યક્તિના કાનમાં ઈયરફોન ચોક્કસ જોવા મળશે. ઘણી વખત તો એક ઇયરફોન શેર કરતા જોવા મળે છે. સાદી ભાષામાં કહીએ તો ઈયરફોન એ મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. જો કે, આ આદતો યુવાનોને ભારે નુકસાન પહોંચાડી રહી છે. નિષ્ણાતો પહેલાથી જ કહી ચૂક્યા છે કે, ઇયરફોન મગજ અને કાન બંનેને ખરાબ રીતે અસર કરે છે, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ તેની પુષ્ટિ કરી છે.

સાવધાન! ઈયરફોનનો ઉપયોગ કરતા લોકો માટે મોટી ચેતવણી! આટલા કલાકનો સતત ઉપયોગ  પડી શકે છે મોંઘો | earphones and headphones side effects know which of the  two is less harmful

ત્રણ સર્જરી બાદ સાંભળવાની ક્ષમતા પાછી આવી 
હકીકતમાં યુપીના ગોરખપુરનો એક 18 વર્ષનો છોકરો લાંબા સમય સુધી ઇયરફોન પહેરવાને કારણે બહેરાશનો શિકાર બન્યો, એવું કહેવામાં આવી રહ્યું છે કે, 18 વર્ષના છોકરાને કાનમાં ઇન્ફેક્શન થયું હતું અને તે સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ પીડિત છોકરા પર બે સર્જરી કરવામાં આવી હતી.બે સર્જરી બાદ પણ કોઈ ફાયદો થયો ન હતો,પછી પીડિતા દિલ્હી પહોંચી અને અહીં ગંભીરતા જોઈને ડોક્ટરોએ ઈમ્પ્લાન્ટ કરીને સામાન્ય સાંભળવાની શક્તિ પાછી આવી  છે. આ  સમગ્ર સારવાર પ્રક્રિયામાં લગભગ 1.5 લાખ રુનો ખર્ચ થયો છે. 

ઇયરફોન શેર કરવાથી વધ્યુ ઇન્ફેક્શન 
ઉલ્લેખનીય છે કે, પીડિત છોકરો 8 થી 10 કલાક સુધી ઈયરફોનનો ઉપયોગ કરતો હતો, આ સિવાય તે પોતાના ઈયરફોન મિત્રો સાથે પણ શેર કરતો હતો.જ્યારે ડોક્ટરનું કહેવું છે કે, ઈયરફોન શેર કરવાને કારણે છોકરાની હાલત ખરાબ થઈ ગઈ હતી. આનું કારણ કાનમાં ઇન્ફેક્શન છે. જ્યારે એ ઈયરફોનનો ઉપયોગ થતો હતો ત્યારે કાન બંધ થઈ જતા હતા. આનાથી કાનની અંદરના બેક્ટેરિયાને વધારવામાં મદદ મળી. શરૂઆતમાં તો કાનમાં જ દુખાવો થતો હતો, પણ પછી કાનમાંથી ડિસ્ચાર્જ થવા લાગ્યો.

વધુ પડતાં હેડફોનનો ઉપયોગ બની શકે છે ખતરનાક, રિપોર્ટમાં કરવામાં આવ્યો  ચોંકાવનારો ખુલાસો | Headphones impact on ear health

3 કલાકથી વધારે ઇયરફોનનો ઉપયોગ થઇ શકે ખતરનાક
ડૉક્ટર કહે છે કે તમે સંગીત સાંભળતા હોય કે કૉલ પર વાત કરતા હોય, ઈયરફોનનો 2 થી 3 કલાકથી વધુ ઉપયોગ કરવો યોગ્ય નથી. જો તમે આનાથી વધુ ઉપયોગ કરો છો, તો તમારી પાસે સાંભળવાની ક્ષમતા જઇ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, જ્યારથી વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમ  કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી ટીનએજર્સમાં કાનની સમસ્યા વધુ જોવા મળી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે, જો તમે લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરો છો તો તમારા કાનમાં નમી વધે છે અને ઈન્ફેક્શન થાય છે.ઈયર કેનાલને વેન્ટિલેશનની પણ જરૂર પડે છે. તેને લાંબા સમય સુધી બંધ રાખવાથી પરસેવો અને ઇન્ફેક્શનનો ફેલાવો થાય છે

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ