બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bottles of foreign liquor found at HNGU University campus in Patan
Malay
Last Updated: 02:21 PM, 2 October 2023
ADVERTISEMENT
Patan News: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
લો બોલો... ગાંધી જયંતિના દિવસે જ HNGU યુનિ.માંથી મળી આવી દારૂની બોટલો, વહીવટી તંત્ર સવાલના ઘેરામાં#HNGUUniversity #patan #alcohol #vtvgujarati pic.twitter.com/yx36e9mb9q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 2, 2023
ADVERTISEMENT
સરપ્રાઈઝ ચેકિંગમાં મળી આવી દારૂની બોટલો
ગાંધી જયંતિના દિવસે HNGU યુનિવર્સિટી કેમ્પસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સપ્રાઈઝ ચેકિંગ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તો ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા. શિક્ષાના ધામમાં દારૂની બોટલો મળી આવતા પાટણ NSUIએ તપાસની માંગ કરી છે. NSUIએ તાત્કાલિક જવાબદાર અધિકારી સામે પગલાં ભરવાની પણ માંગ કરી છે.
NSUIએ જવાબદાર સામે કાર્યવાહીની કરી માંગ
આ મામલે પાટણ જિલ્લા NSUI પ્રમુખ દાદુસિંહ સોલંકીએ કહ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં આવતી જોવા મળે છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે NSUI દ્વારા કેમ્પસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્ટીન પાસેથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા. આ વિદ્યાની નગરીમાં દારૂ આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ છે. ત્યારે અમારી માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી થવી જઈએ અને સજા પણ થવી જોઈએ.
ગુજ. યુનિવર્સિટીમાં મળી હતી દારૂની ખાલી બોટલો
અગાઉ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકની પાછળ ઘાસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો હતો. હોસ્ટેલના D બ્લોકની પાછળ જ નહીં આગળથી પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. યુનિવર્સિટીની કેમ્પસમાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવતા યુનિવર્સિટી મેનેજમેન્ટ દોડતું થયું હતું.
સળગતા સવાલ
- કેમ્પસમાં દારૂની બોટલો કેવી રીતે આવી?
- શું વિદ્યાના ધામમાં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે?
- યુવાનોને નશાના રવાડે ચઢાવનારા તત્વો કોણ છે?
- યુવાનોને ગેરમાર્ગે કોણ દોરી રહ્યું છે?
- શિક્ષણના ધામમાં કોણ કરે છે દારૂની પાર્ટી?
- પોલીસ સીસીટીવીથી આરોપીઓ સુધી પહોચશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.