બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / boris johnson meets modi today talk on free trade

BIG NEWS / PM મોદી અને બ્રિટિશ PM વચ્ચે દિલ્હીમાં થઈ મુલાકાત, મુક્ત વેપાર પર લીધો આ મોટો નિર્ણય

Pravin

Last Updated: 03:12 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના પીએમે રક્ષા, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ચર્ચા કરી હતી.

  • બ્રિટિશ જોનસન અને પીએમ મોદી સાથે થઈ મુલાકાત 
  • બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને કહી આ વાત
  • 2030ની કાર્યશૈેલીનો રોડમૈપ આગળ વધારવાની કોશિશ

 

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના પીએમે રક્ષા, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ચર્ચા કરી હતી. સાથે જ કેટલાય કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. વાતચીતનો ઉદ્દેશ્ય બંને દેશોની ભાગીદારીને મજબૂત કરવા અને સુરક્ષા વધારવાનો છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને પુરા કરવાની કોશિશ પર નિર્ણય લીધો છે. બ્રિટેન ભારત પર કેન્દ્રીત મુક્ત સામાન્ય નિર્યાત લાયસન્સ બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી રક્ષા ખરીદીમાં ઓછો સમય લાગશે.

બંને નેતાઓ વચ્ચે થઈ મુલાકાત

પ્રધાનમંત્રી મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સાથે વાર્તા કર્યા બાદ કહ્યું કે , અમે રોડમૈપ 2030ની કાર્યપ્રણાલીમાં થયેલી પ્રગતિની સમીક્ષા અને ભવિષ્ય માટે અમુક લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. ભારત બ્રિટેન મુક્ત વેપાર કરાર માટે વાર્તામાં સારી એવી પ્રગતિ થઈ રહી છે. અમે આ વર્ષના અંત સુધીમાં ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને પુરા કરવાની કોશિશ કરવાનો નિર્ણય લીધો છે. 

જોનસનનું આવવું ઐતિહાસિક ક્ષણ

પીએમ મોદીએ આગળ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષથી ભારત અને યુકેના સંબંધોને મજબૂત કરવામાં પ્રધાનમંત્રી જોનસની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયે જ્યારે ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસનનું અહીં આવવું, એક રીતે ઐતિહાસિક ક્ષણ છે. 

અફઘાનિસ્તાન માટે સમર્થનની વાત

પ્રધાનમંત્રી મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી જોનસન સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લા અને નિયમ આધારિત વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. અમે શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાન માટે પોતાના સમર્થનની વાત આગળ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ