ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:25 PM, 1 December 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
બેંગલુરુમાં 15થી વધુ સ્કૂલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂલના કર્મચારીઓને મેઈલ કરવામાં આવ્યો હતો કે, તેમની સ્કૂલમાં વિસ્ફોટક લગાવવામાં આવ્યા છે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. બેંગલુરુના પોલીસ આયુક્ત બી.દયાનંદે જણાવ્યું કે, સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
બી.દયાનંદે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે પણ કેટલાક અસામાજિક તત્ત્વોએ આ પ્રકારનો મેઈલ કર્યો હતો. જેના કારણે માતા-પિતા અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ બની ગયો હતો. વિદ્યાર્થીઓને નજીકના મેદાન તથા સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. કેટલીક સ્કૂલોએ માતા-પિતાને તેમના બાળકોને લઈ જવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
ધમકીની પહેલી લહેરમાં બેંગલુરુની નેપેલ અને વિદ્યાશિલ્પા સહિત 7 સ્કૂલોને મેઈલ કરવામાં આવ્યો હતો. જે સ્કૂલોને ધમકી આપવામાં આવી તેમાંથી એક સ્કૂલ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના ઘરની સામે હતી. થોડા સમય પછી અનેક શૈક્ષણિક સંસ્થાઓને ઈમેઈલથી ધમકીઓ આપવામાં આવી હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બહાર કાઢી દીધા હતા, ત્યારપછી સ્કૂલની તપાસ કરવામાં આવી હતી. સ્કૂલ બોમ્બ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
ગયા વર્ષે પણ બેંગલુરુની સ્કૂલમાં બોમ્બ મુક્યો હોવાના ઈમેઈલ મળ્યા હતા, જે અફવા સાબિત થયા હતા. 2022માં 15 સ્કૂલોને આ પ્રકારનો ઈમેઈલ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્કૂલમાં વિસ્ફોટ લગાવવામાં આવ્યા હતા. અમારી ટીમ તપાસ કરી રહી છે, જે મજાક જેવું લાગી રહ્યું છે, ગભરાવાની જરૂર નથી. સુરક્ષા સુનિશ્ચિત થાય તેવી કોશિશ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ