બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Boeing launches urgent probe after two empty TEQUILA bottles are found inside top secret new Air Force One jumbo jet being built at its Texas factory

ઘટના / અમેરિકી રાષ્ટ્રપતિના વિમાનમાંથી મળી દારુની બોટલો, હોબાળો મચતા કંપનીએ શું કર્યું જુઓ

Hiralal

Last Updated: 10:29 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ માટે બનાવાઈ રહેલા વિમાન એરફોર્સ વનમાં દારુની ખાલી બોટલો મળતી આવતા હંગામો મચ્યો છે.

  • અમેરિકી રાષ્ટ્રપતિ બાયડનના વિમાનમાંથી મળી દારુની બોટલો
  • એરફોર્સ વન બોઈંગની  ટેક્સાસની ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યું છે
  • બોઈંગ તપાસ શરુ કરી 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનનું સ્પેશિયલ વિમાન એરફોર્સ વન બોઈંગના ટેક્સાસની ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યું છે. તેના નિર્માણકામ દરમિયાન કંપનીના કર્મચારીઓને દારુની ઘણી ખાલી બોટલો મળી આવતા હોબાળો મચ્યો હતો. 

બોઈંગ કંપનીએ આ ઘટનાને ગંભીર ગણીને તેની તાત્કાલિક તપાસ શરુ કરી દીધી છે. ઉડતા કિલ્લા તરીકે ઓળખીતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખના વિમાનમાં દારુની બોટલો મળી આવતા ગંભીર સુરક્ષાનો વિષય છે. 

બોઈંગ તપાસ શરુ કરી
અમેરિકી પ્રમુખના વિમાનમાંથી દારુની બોટલો મળી આવતા સનસની ફેલાઈ છે. બોઈંગ તાત્કાલિક ધોરણે તેની તપાસ શરુ કરી દીધી છે.

બોઇંગમાં દારૂ પર પ્રતિબંધ છે
બોઇંગ ફેક્ટરીઓમાં દારૂ પર પ્રતિબંધ છે. તેથી ખાલી બોટલોને વિદેશી પદાર્થ ભંગાર' ની ઘટના તરીકે ગણવામાં આવી રહી નથી. કંપનીએ કહ્યું છે કે તેઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. 

બોઇંગ એરફોર્સ વનનાં બે વિમાનો બનાવી રહ્યું છે
અમેરિકાની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ માટે બે એરફોર્સ વન વિમાન બનાવી રહી છે. આ વિમાનો 2025 સુધીમાં પહોંચાડવાનું લક્ષ્ય છે. આ બંને વિમાનો 747-8 વિમાનોમાં મોટા ફેરફાર સાથે કરવામાં આવી રહ્યા છે. આ વિમાનને VC-25B મિલિટરી વેરિએન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વિમાનમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષા મંજૂરીની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ