બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / blood type diet should you eat according to your blood group

લાઈફસ્ટાઈલ / બ્લડ ગ્રુપ પ્રમાણે તમારું ડાયટ કેવું હોવું જોઇએ? મોટાભાગની બિમારીઓથી મળશે છુટકારો, સમજો પૂરો ચાર્ટ

Manisha Jogi

Last Updated: 05:59 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે. બ્લડ ગૃપ અનુસાર ડાયટ પ્લાન ફોલો કરવાથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓથી બચી શકાય છે.

  • ખરાબ લાઈફસ્ટાઈને કારણે લોકો હ્રદય રોગ અને સ્ટ્રોકનો શિકાર
  • પોષકતત્ત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ
  • બ્લડ ગૃપ અનુસાર ડાયટ પ્લાન ફોલો કરો

હાલની મોડર્ન અને ખરાબ લાઈફસ્ટાઈલમાં ફિટ અને હેલ્ધી રહેવું તે ખૂબ જ મોટી ચેલેન્જ છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેક, હ્રદય રોગ અને સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય તે માટે પોષકતત્ત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. અનેક લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે. બ્લડ ગૃપ અનુસાર ડાયટ પ્લાન ફોલો કરવાથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓથી બચી શકાય છે. રિસર્ચ અનુસાર બ્લડ ગૃપ પ્રમાટે ભોજન કરવાથી શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે તથા અનેક પ્રકારની બિમારીઓથી રાહત મળે છે. 

બ્લડ ગૃપ ડાયટ શું છે?
બ્લડમાં મેટાબોલિક રિએક્શન હોય છે. ભોજનમાં પ્રોટીન હોય છે અને બ્લડમાં એંટીજન હોય છે. બ્લડ ગૃપ અનુસાર ભોજન કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. 

બ્લડ ગૃપ અનુસાર ડાયટ
A બ્લડ ગૃપ-

A બ્લડ ગૃપના લોકોની ઈમ્યુનિટી ખૂબ જ સેંસિટીવ હોય છે. આ કારણોસર તેમણે કાર્બ્સયુક્ત ફૂડનું સમજી વિચારીને સેવન કરવું જોઈએ, લો કેલરી વાળું ભોજન કરવું જોઈએ. A બ્લડ ગૃપના લોકોએ ડાયટમાં ચોખા, મગફળી, સોયા ફૂડ, કિશમિશ, આદુ અને રાઈ શામેલ કરવા જોઈએ. 

B બ્લડ ગૃપ-
B બ્લડ ગૃપના લોકોએ બેલેન્સ ડાયટ ફોલો કરવી જોઈએ. ડાયટમાં શાકભાજી, ફિશ, કાર્બ્સ, દૂધ અને દહીં શામેલ કરવા જોઈએ. પ્રોટીનયુક્ત ભોજન કરવું જોઈએ અને જંક ફૂડ, મગફળી, મસૂરનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. 

AB બ્લડ ગૃપ-
AB બ્લડ ગૃપના લોકોએ હેલ્ધી અને ફિટ રહેવા માટે માંસ માંછલી, શાકભાજી, દૂધથી બનેલ પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ. હેલ્ધી રહેવા માટે પ્રોટીનથી ભરપૂર ડાયટ લેવી જોઈએ. ડાયટમાં લાલ મટન, મકાઈ અને હેવી ફૂડ્સ શામેલ ના કરવા. 

O બ્લડ ગૃપ-
O બ્લડ ગૃપના લોકોને એલર્જી, તાવ અને એગ્ઝિમા જેવી ગંભીર બિમારીઓનું જોખમ રહે છે.  આ કારણોસર O બ્લડ ગૃપના લોકોએ પ્રોટીનયુક્ત ફૂડ, અનાજ અને બીન્સનું સેવન ના કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ